તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:ડૈયર ગામે સબસ્ટેશન બાબતે 14 શખ્સ બાખડતા સામસામી ફરિયાદ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે ખેડૂત વચ્ચેની માથાકૂટનો ડખ્ખો મારામારીમાં પરિણમ્યો

પોરબંદરના ડૈયર ગામે પડોશ વાડી ધરાવતા બે ખેડૂત વચ્ચે વીજળીના સબ સ્ટેશનના ડૈયા ઉતારવા બાબતે માથાકૂટ થતા 14 શખ્સો બાખડી પડયા હતા અને સામ સામી ફરિયાદ નોંધાવી હતી. ડૈયર ગામના નાથાલાલ જેઠીદાસ નિમાવતની વાડી અને આસપાસના ખેડૂતોના વાડીઓની બાજુમાં એક જ સબ સ્ટેશન પડતું હોય નાથાલાલએ આ સબ સ્ટેશનના ડૈયા ઉતારવા બાબતે આર.ટી.આઇ.થી અગાઉ માહિતી માંગેલ હતી તે વાતનું મનદુ:ખ રાખીને જેસીંગભાઇ કરશનભાઇ કાનગડ, રામ જેસીંગભાઇ કાનગડ, વિક્રમ ભગવાનજીભાઇ કાનગડ

જગદિશ ભગવાનજીભાઇ કાનગડ, ભગવાનજી કરશનભાઇ કાનગડ, ભરત ભગવાનજી કાનગડ, અશ્વિન કારાભાઇ કાનગડ, અરવિંદ ખોડાભાઇ કાનગડ, નિર્મળ દેશાભાઇ કાનગડ, હાર્દિક બટુકભાઇ કાનગડ, પ્રિયાંક રામભાઇ કાનગડ નામના 11 શખ્સોએ નાથાભાઇની વાડીએ આવીને ભુંડીગાળો કાઢી હતી તથા લાકડીઓથી માર મારીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની પોલીસમાં ફરિયાદ કરાઇ છે.

જયારે કે સામે પક્ષે જગદીશભાઇ ભગવાનજી કાનગડે ફરિયાદ નોંધાવી છે કે તેઓ તેમની વાડીમાં પાણીની મોટર બોરમાં ઉતારતા હતા તે પાણીની મોટર નાથાલાલ જેઠીદાસ બાવાજી, નાથાલાલનો દિકરો કાનો અને નાથાલાલનો ભાણેજએ આવીને તેને આ મોટર બોરમાં ઉતારવાની ના પાડી હતી અને તેને લાકડીનો ઘા મારીને છુટા પથ્થરના ઘા કરતા સાથે રહેલા જેસીંગભાઇને ઇજાઓ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...