પોરબંદરના એડવોકેટ અને આર.ટી.આઈ એક્ટિવિસ્ટ ભનુભાઈ ઓડેદરાએ ચૂંટણી પંચને ફરિયાદ કરી જણાવ્યું છે કે મારી પાસે આવેલ માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર સ્થિત ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે પાંચ હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા છે.
ગાંધીનગરમાં આર્મી કેમ્પ અને એર એન્કલેવ સહિતના રક્ષા ક્ષેત્રના મુખ્ય મથકો આવેલા હોય આ વિસ્તારમાં નિયમ મુજબ કોઈ પાર્ટી કે વ્યક્તિને હેલીપેડ બનાવવાની મંજૂરી આપવામાં આવી શકે નહીં ઉપરાંત ભારતીય જનતા પાર્ટી આ હેલીપેડથી ટેક ઓફ થનાર હેલિકોપ્ટર મારફતે મોટાપાયે નાણાકીય હેરાફેરી કરીને ગુજરાત વિધાનસભા ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે.
જેથી હેલીપેડ બનાવવા મંજૂરી લેવામાં આવી છે કે નહીં તે જણાવવામાં આવે. તેમજ જો મંજૂરી આપવામાં આવેલ હોય તો આ મંજૂરી માટે જે વિભાગોએ ક્લિયરરન્સ આપ્યા તેની નકલ આપવામાં આવે અને મંજૂરી કયા આધારે આપવામાં આવી છે તે જણાવવામાં આવે તેમજ આ મંજૂરીથી સુરક્ષાને ખતરાની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રભાવિત થવાની શક્યતા હોવાથી તાત્કાલિક ધોરણે મંજૂરી રદ કરી આ બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ભનુભાઈ ઓડેદરાએ ફરિયાદ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.