ફરિયાદ:પુત્રીના આપઘાતના પ્રકરણમાં સુરત સ્થિત સાસરીયાઓ સામે વકીલ દ્વારા ફરિયાદ

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરત પોલીસે માવતર પક્ષના નિવેદન પણ લીધા ન હતા : મુખ્યમંત્રી, સુરત પોલીસ કમિશ્નરને ફરિયાદની નકલ મોકલવામાં આવી

પોરબંદરના સોની વેપારી ખુશાલભાઈ જગજીવનભાઈ જોગીયાની પુત્રી દિયાના લગ્ન તા. 8 જૂન 2010મા સુરતના પારેખ જવેલર્સના માલીક હિરેન અજયભાઈ પાલા સાથે કરેલા હતાં. અને ત્યારબાદ દિયા સંયુક્ત ૫રીવારમાં સુરત રહેતી હતી. પતિ હિરેનને રૂપિયાનું ધમંડ હોવાના કારણે દિયાને દુઃખત્રાસ આપતા હતાં. પરંતુ માવતર પક્ષના ભવિષ્યમાં સારૂ થઈ જશે તેમ માની દિક૨ીને સમજાવતા હતાં. એટલુ જ નહીં દિયા ફોનમાં જ પોતાના સગા ભાઈ રીતેશને ફોનમાં જ રોતા રોતા આપવીતી જણાવતી હતી.

અને માવતરે તેડી જવા વિનંતી કરતી હતી. પરંતુ લગ્ન સંસારથી પુત્રી અને પુત્ર હોવાના કા૨ણે સંસાર ચલાવવા માટે માવતર પક્ષના સમજાવતા હતાં. છેવટે હારી થાકીને દિયાએ સુરત મુકામે જ તા. 28 જાન્યુઆરી 2022ના રોજ આપધાત કરી લેતા તેણીનું મૃત્યુ થયું છે. સુરતના અજય શામજી પાલા, રમીલાબેન અજય પાલા કે જે દિયાના સાસુ સસરા થતા હોય તેમજ પતિ હિરેન, જેઠ જેઠાણી અમર પાલા તથા સલોનીબેન અમર અને નિરવ અજય તથા વંદનાબેન નિરવ અને શોભનાબેન હેમત જોગીયા જે જેઠાણીના માતા છે

આ તમામની સામે દિયાને અતિશય દુઃખત્રાસ આપી મરવા મજબુર કર્યાં સંબંધેની તેમજ અન્ય ગંભીર આક્ષેપો સાથે ગુજરાત રાજયના ગૃહ મંત્રીને લેખીતમાં દિયાના માવતરપક્ષ દ્વારા ફરીયાદ દાખલ કરેલ છે. અને સુરત પોલીસ દ્વારા કોઈ નિવેદન પણ લીધેલ ન હોય તેથી ગુજરાતના મુખ્ય મંત્રી તથા સુરતના પોલીસ કમિશ્નરને પણ ફરીયાદની નકલ મોકલવામાં આવેલ છે.

અને આવા ગંભીર ગુન્હામાં પણ પોલીસે બેદ૨કારી રાખી દિયાના પરીવારના કોઈ સભ્યોના નિવેદન લીધેલ ન હોય અને તમામ સામાવાળાઓએ ફરીયાદ ન કરવા ફરીયાદીને તેમજ તેના પરના સભ્યોને ધમકાવેલ હોય, જેથી ફરીયાદી સુરત જઈ શકતા ન હોય તેથી રજી. એ.ડી.થી ફરીયાદ દાખલ કરવા વિનંતી કરી છે. વાતચીતના રેકોર્ડિંગ, પેનડ્રાઇવ પુરાવા રૂપે આપી આ ફરીયાદ પોરબંદરના એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી મારફતે દાખલ કરવા તજવીજ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...