કાર્યવાહી:વિદ્યાર્થીને માર મારવાના બનાવમાં સામેપક્ષે ફરિયાદ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપાસ પડી જતાં કચરો ઉપાડ કરી માર્યો હતો
  • ધમકીના બનાવમાં કિશોર સહિત7 સામેગુનો

વિદ્યાર્થીને માર મારવા બાબતે સામેપક્ષે પણ ફરિયાદ નોંધાઇ છે જેમાં આધેડને ધમકી આપ્યા અંગે કિશોર સહિત 7 શખ્સ સામે ગુન્હો નોંધાયો છે. પોરબંદરમાં એક વિદ્યાર્થીનો કંપાસ પડી જતા રોડ પર ફેંકી દેતા કચરો ઉપાડ તેમ કહી 4 શખ્સોએ માર માર્યો હતો અને માસી વચ્ચે પડતા તેની આબરૂ લેવાના ઇરાદે ઓઢણી ખેંચી ઝાપટ માર્યા અંગેની ફરિયાદ નોંધાઇ હતી.

જ્યારે સામેપક્ષે પણ ફરિયાદ નોંધાઈ છે. જેમાં મેમણવાડામાં આઇશા એપાર્ટમેન્ટ પાસે રહેતા ઇબ્રાહિમ ભાઈ ઉર્ફે ઇબ્લો ઉમરભાઈ સંઘાર નામના આધેડની દીકરી સાયરાબેનએ વિદ્યાર્થીને પોતાના ધર પાસે રસ્તામાં કંપાસ તોડી કચરો કરવાની ના પાડતા આ કિશોરે સાયરાબેનને ગાળો કાઢી અને થોડીવાર પછી આ કિશોર તથા ફરજાનાબેન આવી અને ઇબ્રાહિમ ભાઈ તેમજ અન્યને ગાળો બોલી હતી.

બાદ રૂમેજાબેન રિફાકત શેરવાની, ફાતમા બેન યુસુફ શેરવાની અને જીલુબેન મહંમદ શેરવાનીએ ગાળો કાઢી છૂટા પથ્થરના ધા કરી જતા રહેલ અને બાદમાં યુસુફ ફારુક શેરવાની અને રિફાક્ત ઉસ્માન શેરવાની એ આવી અને ઇબ્રાહિમ ભાઈને ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આ કિશોર સહિત 7 શખ્સ સામે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવે જેતે વખતે સારી એવી ચર્ચાઓ પણ જગાવી દીધી છે. જેને લઇને એક પક્ષે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...