તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:માતા-પુત્ર સામે યુવતિનું શોષણ કરવાની ફરિયાદ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માલીક-નોકરનો કરાર કરી બદકામ કર્યાનો આક્ષેપ

પોરબંદરની બ્રાન્ચ સ્કૂલ પાસે રહેતા શખ્સે પોતાની માતાના સહયોગથી ચોટીલાની યુવતિ સાથે માલીક-નોકરનો કરાર કરી બદકામ કર્યુ હોવાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ચોટીલા ગામે રહેતી એક યુવતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે પોરબંદરના વિરડી પ્લોટમાં રહેતા વિજય રવજીભાઇ સોલંકી નામના શખ્સે ફરીયાદી મહિલાની બહેન સાથે માલીક અને નોકર વચ્ચેનો કરાર કરી પોતાની સાથે રાખી હતી અને પોતાની સાથે રાખવાના સમય દરમિયાન અવારનવાર ફરિયાદીની બહેનની મરજીની વિરુદ્ધ મારકૂટ કરી સંભોગ કર્યો હતો.

આ કામમાં વિજય સોલંકીની માતા મંજૂબેને વિજય સોલંકીને સાથસહકાર આપી ફરિયાદીની બહેનને મારકૂટ કરવામાં મદદગારી કરી હતી. જેથી પોલીસે આ અંગે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કીર્તીમંદિર પોલીસ સ્ટેશનના PSI એ. એ. મકવાણાએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...