તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માધવપુર ગામના એક પરિણીતાએ પતિ સહિતના સાસરીયાઓ સામે વધુ દહેજની માંગણી કરીને શારીરિક-માનસિક દુ:ખત્રાસ આપ્યાની ફરીયાદ કરી છે. માધવપુર ઘેડ ગામે પોતાના માવતરના ઘરે રહેતા એક પરિણીતાએ પોલીસ ફરીયાદ કરી જણાવ્યું હતુ કે, તાલાલા તાલુકાના ગુંદરણ ગામે રહેતા તેણીના પતિ-વિમલ નારણભાઇ ચાવડા, સાસુ-શાંતાબેન નારણભાઇ ચાવડા, જેઠ-હર્ષદ નારણ ચાવડા, જેઠાણી-ભાવિકાબેન હર્ષદ, નણંદ-સીમાબેન હિતેશ જેઠવા, નણંદોયા-હિતેશ મોહન જેઠવા તથા ગીતાબેન દિપક દેવળીયા નામના સાસરીયાઓએ ફરીયાદી બહેનને લગ્નજીવન દરમ્યાન અવાર-નવાર મેણાંટોણાં મારી, ગાળો બોલીને વધુ દહેજની માંગણીઓ કરતા હતા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.