ફરિયાદ:રાણાવાવમાં યુવતિના આપઘાત પ્રકરણે કોન્સ્ટેબલ સામે ફરિયાદ

પોરબંદર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિણીત કોન્સ્ટેબલે આપઘાત કરવા મજબૂર કરી હોવાનો આક્ષેપ

બે મહિના પહેલા રાણાવાવ શહેરમાં ચોથા માળેથી કુદીને આપઘાત કરનાર યુવતિના પિતાએ પોતાની પુત્રીને પોલીસ કોન્સ્ટેબલે લલચાવીને ફસાવી હોવાનો અને આપઘાત કરવા મજબૂર કરી હોવાનો આક્ષેપ કરતી પોલીસ ફરિયાદ કરી છે.

પોરબંદર જીલ્લાના રાણાવાવ શહેરમાં રહેતા નિવૃત ASI સુરેશભાઇ ગોરધનભાઇ થાનકીએ પોલીસમાં ફરિયાદ કરી છે કે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કરશન કાના ઓડેદરા પરણિત હોવા છતાં તેમની પુત્રી પાયલને લલચાવીને પોતાની સાથે રહેવા માટે મજબુર કરી હતી અને બાદમાં તેની સાથે રહેતી પાયલને કરશન ઓડેદરા અસહ્ય દુ:ખ ત્રાસ આપતો હોવાથી ગત તા. 26-09-2021 ના રોજ પાયલે દુ:ખ ત્રાસથી કંટાળીને રાણાવાવ શહેરની મેઇન બજારમાં આવેલા મારૂતિ કોમ્પલેક્ષના ચોથા માળે ચડીને ત્યાંથી છલાંગ લગાવીને આપઘાત કરી લીધો હતો.

આ આપઘાત પ્રકરણે મરનાર પાયલના પિતા દ્વારા બે મહિના બાદ કરશન ઓડેદરા સામે પોલીસ ફરિયાદ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ રાણાવાવ પોલીસ સ્ટેશનના PSI પી. ડી. જાદવે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...