ફરિયાદ:જ્ઞાતિ વિષયક વાંધાજનક પોસ્ટ મુકનાર સામે ફરિયાદ

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખારવા સમાજના વાણોટે પોલીસમાં ફરિયાદ કરી

પોરબંદરમા ચૂંટણી ટાણે જ મહેર અને ખારવા સમાજના લોકો સામે દુશ્મનાવટ ઉભી થાય તેવા પ્રકારની પોસ્ટ સોશ્યલ મીડીયામાં મૂકવા બદલ એક શખ્સ સામે ખારવા સમાજના વાણોટ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનુ બ્યુગલ વાગી ગયું છે, અને પોરબંદર જીલ્લામાં પણ વાતાવરણમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે, તેમ તેમ પ્રચારની સાથે સાથે દૂસપ્રચારની ઘટનાઓ પણ સામે આવી રહી છે.

આવીજ એક ઘટના અંગેની પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર શહેરમાં પોરબંદર ન્યૂઝના માલિકે સોશ્યલ મીડીયામાં મહેર સમાજ અને ખારવા સમાજના લોકો વચ્ચે અરસ પરસ દુશ્મનાવટ ઉભી થાય તેવી પોસ્ટ મુકી હોવાની પોરબંદરની ખારવા સમાજના વાણોટ પવનભાઇ જીવાભાઇ શિયાળે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદ અંગે પોલીસ તપાસ કરશે અને આ પોસ્ટ મુકનાર શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ આમાં એકથી વધુ આરોપી હોય તેવી ફરિયાદમાં જોગવાઈ રાખી વધુ તપાસ કિર્તિમંદિર પોલીસ સ્ટેશનના PSI આર. કે. બાબલીયાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...