કાર્યવાહી:દેગામ ગામે મગફળી સળગી ગયાના પ્રકરણે 1 સામે ફરિયાદ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગમ્ય કારણોસર મગફળી સળગાવી દીધાની પોલીસમાં રજૂઆત

પોરબંદરના દેગામ ગામે ગઇકાલે એક ખેતરમાં 300 મણ જેટલી મગફળી સળગી ગયાની દુર્ઘટના સામે આવી હતી. આ પ્રકરણે આજે એક શખ્સ સામે મગફળી સળગાવી દીધાની પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે છાનબીન શરૂ કરી છે.દેગામની પબડીયા સીમમાં આવેલા એક ખેતરમાં રૂ. 330000 ની કિંમતની 300 મણ મગફળી અને રૂ. 300000 ની કિંમતનું પાણીના પાઉચ બનાવવાનું મશીન સળગી ગયાની ઘટના સામે આવી હતી.

પ્રથમ નજરે આ આગની ઘટના કોઇ અકસ્માતને લીધે સર્જાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું હતું પરંતુ આ પ્રકરણે દેગામના ટમુબેન વસ્તાભાઇ સુંડાવદરાએ વિરમભાઇ વસ્તાભાઇ સુંડાવદરા સામે પોલીસમાં ફરિયાદ લખાવી છે કે વિરમ સુંડાવદરાએ ટમુબેનને ગઇકાલે ગાળો કાઢી આ માંડવી અને પાણીના પાઉચ બનાવવાનું મશીન સળગાવી નાખી રૂ. 630000 નું નુકશાન કરેલ છે. આ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ બગવદર પોલીસ સ્ટેશનના PSI એચ. સી. ગોહીલે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...