ફરિયાદ:રૂપાળીબા કન્યાશાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવતા હોવાની ફરિયાદ

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને વિડીયો સહિતના આધારો રજૂ કરાયા

પોરબંદરમાં રૂપાળીબા કન્યાશાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવતા હોવાની NSUIએ રજૂઆત કરી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને વિડીયો સહિતના આધારો સાથે રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાય છે. પોરબંદર શહેરમાં આવેલ રૂપાળીબા કન્યાશાળામાં વિદ્યાર્થીઓ પાસે સાફ-સફાઈ કરાવવામાં આવતું હોવા અંગે જિલ્લા એન એસ યુ આઈ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને વિડીયો સહિતના આધાર પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર શહેરમાં મહારાણી શ્રી રૂપાળીબા કન્યા શાળામાં વિદ્યાર્થીઓ પાસે સાફ-સફાઈ કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી છે.

આ અંગેની જાણ થતા એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ કિશન રાઠોડ સહિતે તપાસ હાથ ધરી હતી, અને વિદ્યાર્થીઓ શાળાના વર્ગખંડની સફાઈ કરતા હોવાનું નજરે પડ્યું હતું. જેથી કિશન રાઠોડ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને વિડીયોગ્રાફી સહિતના આધાર પુરાવા સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. અને જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ રૂપાળીબા કન્યા શાળાના પ્રિન્સિપાલને ચેતવણી આપી છે.

કેળવણીના બદલે વિદ્યાર્થીઓના હાથમાં સાવરણી પકડાવવામાં આવી રહી છે, અને વિદ્યાર્થીઓને ભણાવવાના બદલે સાફ-સફાઈ કરાવવામાં આવી રહી હોવાનું એન એસ યુ આઈ દ્વારા તંત્રને જણાવ્યું હતું. આમ પોરબંદર શહેરમાં પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે સાફ-સફાઈ કરવામાં આવતી હોવાનો વિવાદ સર્જાયો છે. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરાતા વિદ્યાર્થીઓ પાસે કામ કરાવવામાં આવશે નહીં તેની શાળાના પ્રિન્સિપાલે ખાતરી આપી માફી માંગી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...