પોરબંદરના રમણીય દરિયામાં લોકો એડવેન્ચર સ્પોર્ટની મજા માણી શકે તે માટે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા રાષ્ટ્રીય સમુદ્રી તરણ સ્પર્ધાનું બે દિવસીય આયોજન થયું છે. જેમાં ભારતભર માંથી 600થી વધુ તરવૈયાઓ સમુદ્ર સાથે બાથ ભીડવા પોરબંદર આવ્યા હતા.
રવિવારે બીજા દિવસે રાષ્ટ્રીય સમુદ્રી તરણ સ્પર્ધામા વિવિધ કેટેગરીમાં 1 કિમિ, 5 કિમિ તેમજ પેરા એટલેકે દિવ્યાંગ સ્વીમરો માટેની 1 કિમીની તરણ સ્પર્ધા યોજાઈ હતી જેમાં 300થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લઈ સમુદ્ર સાથે બાથ ભીડી હતી. સ્વિમિંગ દરમ્યાન રેસ્ક્યુ માટે વિવિધ રેસ્ક્યુરની ટીમ તૈનાત કરાઈ હતી. કોઈ અઘટિત ઘટના બન્યા વગર શાંતિપૂર્ણ રીતે આ સ્પર્ધા કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે સંપન્ન થઈ હતી. વિજેતાઓને ટ્રોફી એનાયત કરાઇ હતી.
5 કિમી 45 અને તેનાથી વધુની કેટેગરીના વિજેતાઓ
મહારાષ્ટ્રના સાંગલીનો સંજય જાધવ પ્રથમ, મહારાષ્ટ્રનો શ્રીમંત ગાયકવાડ બીજો અને મહારાષ્ટ્રના બારામતીનો સુભાષ બરગે ત્રીજા નંબરે ઉપરાંત મહિલાઓમાં આણંદની જશવંતી સુવાગિયા પ્રથમ નંબરે વિજેતા બની છે.
1 કિમીમાં પેરા સ્વીમર વિજેતાઓ
મહારાષ્ટ્રના થાણેનો સુચેતન સુપલે પ્રથમ, કલકતાનો રિમો શાહા બીજા નંબરે અને મહારાષ્ટ્રના નાગપુરનો પ્રણવ લોહાલે ત્રીજા ક્રમે ઉપરાંત મહિલા પેરા સ્વીમરમાં મુંબઈની જિયા રાય પ્રથમ, નાગપુરની ઇશ્વરી પાંડે બીજો નંબર આવ્યો છે.
1 કિમી 6 થી 14ના વિજેતાઓ
બોયઝમાં રાજકોટનો ધ્રુવ ટાંક પ્રથમ, નવસારીનો સોહમ સુરતી બીજો અને મુંબઇનો જશ રાયકુંડલીયા ત્રીજો નંબર ઉપરાંત ગર્લ્સમાં રાજકોટની રુચિતા ગૌસ્વામી અને પુણેની અનુષ્કા પાંડે પ્રથમ, આસામની કસ્તુરી ગોબોઈ, સુરતની તાસા મોદી બીજા સ્થાને અને થાણે ની આયુશી અખાડે ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે.
5 કિમી 14 થી 45ના વિજેતાઓ
મહારાષ્ટ્રના થાણેના પ્રત્યય ભટ્ટાચાર્ય પ્રથમ, સુરતનો કાલિકર નિલય બીજા સ્થાને અને મુંબઇનો સંપના સેલર ત્રીજો ક્રમ ઉપરાંત મહિલામાં વડોદરાની સિલ્કી નાગપુરે પ્રથમ, સુરતની મહેક ચોપરા બીજો નંબર, વડોદરા મોનિકા નાગપુરે ત્રીજો ક્રમ મેળવ્યો છે.
.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.