પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે, ત્યારે પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા અને જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા દ્વારા રાજ્યના કૃષિ મંત્રી અને પોરબંદર જિલ્લાના પ્રભારી રાઘવજી પટેલને રૂબરૂ મળીને જિલ્લાભરમાં થયેલ પાક નુકશાન અંગે અવગત કર્યા હતા.
જિલ્લાભરમાં કમોસમી વરસાદના કારણે થયેલ નુકશાનની વિગતો આપી હતી, અને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લામાં ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં શિયાળુ પાકનું વાવેતર કર્યું છે અને કમોસમી વરસાદથી પાકને નુકસાન પહોંચ્યું છે, જેથી જિલ્લાભરમાં તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી કરવામાં આવે અને જગતના તાતને સહાય મળી રહે તે માટે યોગ્ય કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા અને જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયાની રજૂઆતના પગલે કૃષિમંત્રીએ હકારાત્મક વલણ સાથે યોગ્ય કરવાની ખાતરી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.