આત્મનિર્ભર ગ્રામ:પોરબંદર જિલ્લામાં આજથી ત્રિ-દિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૃષિ મંત્રીના હસ્તે આત્મનિર્ભર ગ્રામ યાત્રાને લીલી ઝંડી અપાશે
  • ​​​​​​​જુદા-જુદા વિભાગોના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવશે

સમગ્ર રાજ્ય સહિત પોરબંદર જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે આજે તા. 18નવેમ્બરના રોજ 9 કલાકે તાજાવાલા હોલ પોરબંદર ખાતેથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. જિલ્લા પંચાયતની 18 સીટના વિસ્તારમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા રથ પરિભ્રમણ કરી જુદા-જુદા વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવશે.

ગ્રામ વિકાસની મિશન મંગલમ યોજનાના રૂ. 126.88 લાખના ખર્ચે 123 કામોનું ખાતમુહૂર્ત, રૂ. 81.38 લાખના ખર્ચે 68 કામોનું લોકાર્પણ, તાલુકા પંચાયત, મહિલા અને બાળ વિકાસ, માર્ગ અને મકાન તેમજ સિંચાઇ વિભાગના રૂ. 200.94 લાખના ખર્ચે 37 કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 325.01 લાખના ખર્ચે 101 કામોનું લોકાર્પણ, એસ.એચ.જી ને રીવોલ્વીંગ ફંડ વિતરણ, ગ્રામ સંગઠનને સી.આઈ.એફ નું વિતરણ, આંગણવાડીઓને કૂકર વિતરણ, લંચ બોક્સ અને પોષણકીટનું વિતરણ, સેવા સહકારી મંડળીઓને સહાય વિતરણ, આંબેડકર આવાસ યોજના, કુવરબાઈનુ મામેરુ યોજના, પંડિત દિન દયાલ આવાસ યોજના અને માછીમારોને જમ્બો પ્લાસ્ટિક કીટનું વિતરણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...