તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • Commencement Of Standard 6 To 8 Schools In The District, Enthusiasm Among Students For Direct Education, Commencement Of Education Work With Implementation Of Kovid Guideline

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ અનલોક:જિલ્લામાં ધોરણ 6થી 8ની શાળા શરૂ, પ્રત્યક્ષ શિક્ષણ માટે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ, કોવિડ ગાઈડલાઈનની અમલવારી સાથે શિક્ષણ કાર્ય શરૂ

પોરબંદર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
શાળા ખુલ્યાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. - Divya Bhaskar
શાળા ખુલ્યાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

પોરબંદર જિલ્લામાં ધો. 6 થી 8 ની શાળાઓ શરૂ થઈ છે. કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે શિક્ષણ કાર્ય શરૂ થતા પ્રત્યક્ષ શિક્ષણ માટે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સરકાર દ્વારા ધો. 6 થી 8 ની શાળા શરૂ કરવાનો નિર્ણય લેવાતા ગઈકાલે ગુરુવારે પોરબંદર જિલ્લાની શાળાઓ શરૂ થઈ છે. જોકે વાલીઓના સંમતિ લેવામાં આવશે. આ માટે વિદ્યાર્થીઓને હાજરી આપવી મરજિયાત છે.

આમછતાં ગઈકાલે શરૂ થયેલ ધો. 6 થી 8 ની શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ લેવા માટે વિદ્યાર્થીઓમાં પ્રથમ દિવસે જ ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓને કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે વર્ગો જીવંત થયા હતા. પોરબંદર જિલ્લામાં ધો. 6 થી 8 ની કુલ 312 સરકારી શાળાઓ છે જેમાં કુલ 14390 વિદ્યાર્થીઓ નોંધાયેલ છે જ્યારે જિલ્લામાં 122 ખાનગી શાળાઓ છે જેમાં કુલ 9411 વિદ્યાર્થીઓ ધો. 6 થી 8મા નોંધાયેલ છે.

જિલ્લામાં કુલ 8367 વાલીઓએ સંમતિ આપી
પોરબંદર જિલ્લામાં ધોરણ 6 થી 8 ની શાળા શરૂ થતા વિધાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ માટે શાળાએ આવવા દેવા સહમતી પત્રક મંગાવ્યા હતા. જેમાં પોરબંદર માંથી 4507 વાલીઓએ, રાણાવાવ માંથી 2389 વાલીઓએ અને કુતિયાણા માંથી 1471 વાલીઓએ સંમતિ આપી છે.

પ્રત્યક્ષ શિક્ષણ માટે વાલીઓ બાળકોને શાળાએ મોકલે, માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવી શિક્ષણ અપાશે
^પોરબંદર જિલ્લામાં કોરોનાના કેસ જોવા મળતા નથી. સ્થિતિ અને વાતાવરણ સારા છે. પ્રથમ દિવસે વિધાર્થીઓની પાંખી હાજરી છે. વાલીઓએ બાળકોને સંમતિ આપવી જોઈએ તેવી અપીલ છે. ખાસતો વિદ્યાર્થીઓએ માસ્ક પહેરવું અને સામાજિક અંતર જાળવી પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય માટે આવવું. > કે.ડી. કણસાગરા, જિલ્લા શિક્ષણ અધિકારી, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો