પરંપરાની શરૂઆત:પોરબંદરમાં નવડાયરાની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ

પોરબંદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખારવા સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરાની શરૂઆત

પોરબંદરમાં સમસ્ત ખારવા સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી ડાયરાઓની ચુંટણી પ્રક્રિયાઓ પ્રારંભ કરવામાં આવ્યો છે. પોરબંદરમાં સમસ્ત ખારવા સમાજના ડાયરાઓની ચુંટણીનો પ્રારંભ થઇ ગયો છે. ખારવા સમાજની પરંપરા મુજબ દર વર્ષે જુદા જુદા ડાયરાઓની ચુંટણી પ્રક્રિયા યોજીને પંચ, પટેલની નિમણુંક કરવામાં આવે છે. દરેક ડાયરામાંથી 3 ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવે છે.

આ વખતે ચુંટણીમાં રામદેવજીના ડાયરામાંથી સુનીલભાઇ ખોરાવા, લધુભાઇ ગોહેલ અને જતીનભાઇ કોટિયા, હરદાસના ડાયરામાંથી વિજય કોટિયા, જાદવજીભાઇ ગોહેલ અને ભીખુભાઇ ગોહેલ, મઢીના ડાયરામાંથી મુકેશભાઇ ગોહેલ, પ્રતાપભાઇ ગોહેલ અને પ્રકાશભાઇ ગોહેલ, ગોયાના ડાયરામાંથી અશ્વિનભાઇ મધુભાઇ જુંગી, અશ્વિનભાઇ ભીખુભાઇ જુંગી અને જીતેન્દ્રભાઇ મોતીવરસ, કાજીપીરના ડાયરામાંથી વિનેશભાઇ લોઢારી, અનીલભાઇ લોઢારી અને મુકેશભાઇ લોઢારી તથા મઠના ડાયરામાંથી ધનજીભાઇ મોતીવરસ, બાબુભાઇ મછવારા તથા અનીલભાઇ મઢવીએ ઉમેદવારી નોંધાવી છે. બાકીના ત્રણ ડાયરામાંથી હજી પણ ઉમેદવારો જાહેર કરવાના બાકી હોય તે આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...