કાર્યક્રમ:પોરબંદરમાં નેશનલ ગેમ્સના પ્રચાર પ્રસાર માટે રંગારંગ કાર્યક્રમો યોજાશે

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા તથા જિલ્લા કક્ષાએ યોજાનાર કાર્યક્રમોમાં અનેક લોકો ઉપસ્થિત રહેશે

રાજ્ય અને કેન્દ્ર સરકારની સંયુક્ત ભાગીદારીથી તા:૨૯ સપ્ટેમ્બર થી ૧૨ ઓક્ટોબર ૨૦૨૨ દરમ્યાન ૩૬મી નેશનલ ગેમ્સ ગુજરાત રાજ્યમાં યોજાનાર છે. આ નેશનલ ગેમ્સના પ્રચાર પ્રસાર માટે પોરબંદરમાં ભવ્ય રંગારંગ કાર્યક્રમો યોજાશે જેમાં તાલુકા તથા જીલ્લા કક્ષાએ યોજાનાર કાર્યક્રમોમાં અનેક લોકો ઉપસ્થિત રહેશે. રાજ્ય અને કેન્દ્ર સરકારની સંયુક્ત ભાગીદારીથી તા: 29 સપ્ટેમ્બર થી 12 ઓક્ટોબર 2022 દરમ્યાન 36 મી નેશનલ ગેમ્સ ગુજરાત રાજ્યમાં યોજાનાર છે.

આ 36 મી નેશનલ ગેમ્સ બાબતે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાય તે હેતુથી તથા શાળા, કોલેજો અને યુનીવર્સીટીઓમાં પ્રચાર-પ્રસારની પ્રવૃતિઓ કરી તમામ વિદ્યાર્થીઓ અને અન્યોની વિશાળ ભાગીદીરી સાથે આગામી તા: 12 સપ્ટેમ્બર થી 16 સપ્ટેમ્બર દરમ્યાન “Celebrating Unity through Sports” થીમ હેઠળ પોરબંદરની તમામ કોલેજો અને શાળાઓમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામા આવશે.

જે અનુસંધાન પોરબંદર જીલ્લાકક્ષાનો કાર્યક્રમનું આયોજન તા: 12-09-2022 ના રોજ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ, છાયા પોરબંદર ખાતે કરવામાં, જેમાં અંદાજીત 4000 જેટલા લોકો હાજર રહેનાર છે તથા તા: 13-09-2022 ના રોજ તાલુકા કક્ષાએ પોરબંદરમા માધવાણી કોલેજ, રાણાવાવમા સરકારી વિનયન કોલેજ અને કુતિયાણામા એસ.એમ.જાડેજા કોલેજ ખાતે કરવામાં આવેલ છે. તા: 14-09-2022 ના રોજ પોરબંદર જીલ્લા ની બાકી રહેતી 11 કોલેજ ખાતે કાર્યક્રમો યોજવામાં આવશે.

તા: 15-09-2022 ના રોજ ક્લસ્ટર કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવશે તથા તા: 15 અને 16 સપ્ટેમ્બર 2022 ના રોજ પોરબંદર જીલ્લાની તમામ 551 જેટલી શાળાઓમાં કાર્યક્રમનું આયોજન થનાર છે. ઉપરોક્ત કાર્યક્રમ મા ફીટ ઇન્ડિયા મુવમેન્ટની શપથ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ખેલમહાકુંભ વિજેતા શાળાઓને પુરસ્કાર, ખેલાડીઓનું સન્માન સમારોહ, વગેરે રંગારંગ કાર્યક્રમો યોજાનાર છે.

અન્ય સમાચારો પણ છે...