રંગ રોગાનની કામગીરી:પોરબંદરની 2200 થી વધુ મોટી બોટમાં થઈ રહ્યું છે કલર કામ

પોરબંદર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માછીમારીની બંધ સિઝનમાં બોટોના સમારકામ, રંગ રોગાનની કામગીરી પુરજોશમાં
  • પોરબંદરના બંદર વિસ્તાર અને સુભાષનગરમાં સીઝન બંધ થતાં બોટોના લાગ્યા ખડકલા

પોરબંદરમાં માછીમારીની સિઝન બંધ થતા સુભાષનગર અને બંદર વિસ્તારમાં બોટો પાર્ક કરી દેવામાં આવી છે, માછીમારીની સિઝન બંધ થતા માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ અનેક લોકો બેરોજગાર બની ગયા છે. પોરબંદરમાં માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ લોકો હાલ સીઝન બંધ થય હોવાથી નવરા ધૂપ બન્યા છે. પરંતુ કલર કામ કરનાર કારીગરો માટે જાણે સિઝન ખુલ્લી હોય તેમ પુર જોશે કમાવાની તક મળી છે. પોરબંદરમાં મોટી 2200 થી વધુ બોટમાં બોટ માલિકો કલર કામ કરાવી રહ્યા છે.

ખાસ કરીને કલર કામની સાથોસાથ નાના મોટા મેન્ટેનન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. પોરબંદર શહેરમાં આવેલ બંદર અને સુભાષનગર વિસ્તારમાં ઠેર ઠેર બોટો લાંગરી દેવામાં આવી છે. અને આ બોટોમાં નાની મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ ચોમાસા દરમિયાન માછીમારીની સિઝન બંધ છે, ત્યારે બોટની કામગીરી માટેના કારીગરોને કમાવાની ઉજળી તક મળી છે. અને 2200 થી વધુ બોટ છે, ત્યારે કલર કામના વ્યવસાય સાથે સંકળાયેલ અનેક કારીગરો હાલ કલકામના તેમના વ્યવસાય માંથી આજીવિકા રોડવી રહ્યા છે.

ચાલુ સિઝન દરમિયાન માછીમારી કરવા માટે દરિયામાં જતી બોટ હાલ કિનારા પર અને બંદર વિસ્તારમાં લાગણી દેવામાં આવી છે ત્યારે આ તમામ બોટોમાં રંગ રોગોનું કામ ચાલુ છે. શહેરના બંદર વિસ્તારમાં એક વખત નજર કરીએ તો તમામ બોટોનું સમારકામ અને રંગ રોગન કરવામાં આવતું હોય તેવું નજરે પડી રહ્યું છે.

2000થી વધુ કારીગરોને રોજગારી મળી રહી છે
પોરબંદર શહેરમાં આવેલ સુભાષનગર વિસ્તાર અને બંદર વિસ્તારમાં માછીમારીની બંધ સિઝન દરમિયાન બોટો પાર્ક કરી દેવામાં આવી છે, અને હાલ પાર્ક કરેલ બોટોમાં મેન્ટેનન્સ તથા રંગ રોગોનું કામ પૂર જોશે ચાલી રહ્યું છે. ત્યારે આ કામગીરીમાં 2000 થી વધુ બોટનું સમારકામ કરનાર કારીગરો અને કલર કામ કરનાર કારીગરોને રોજેરોટી મળી રહી છે, એક બાજુ માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ ખલાસીઓ નવરા ધૂપ બન્યા છે, તો બીજી તરફ બોટના કારીગરોની સિઝન ખુલી છે.

રૂ 1 કરોડથી વધુ રકમનો કલર વપરાશે
માછીમારીની બંધ સીઝન દરમિયાન બોટોના સમારકામની સાથોસાથ તમામ બોટોમાં રંગ રોગોનું કામ પૂર જોશે ચાલી રહ્યું છે ત્યારે શહેરમાં કલરનું વેચાણ કરતા વેપારીઓનો વેપાર વધ્યો છે. અને કલર કામ કરનાર કારીગરોને કમાવાની તક મળી છે, જેમ દિવાળી ઉપર લોકો રહેણાંક મકાનોમાં રંગ રોગન કરી સુશોભિત કરતા હોય તેમ માછીમારીની બંધ સિઝનમાં બોટોને પણ રંગબેરંગી કલરથી શણગારવામાં આવે છે. જેથી 2200 થી વધુ બોટ છે ત્યારે આ તમામ બોટ પાછળ એક કરોડથી વધુનો ખર્ચ કરી બોટ માલિકો બોટોનો શણગાર કરશે.

બંધ સિઝનમાં 25,000 થી વધુ લોકો બેરોજગાર બન્યા
પોરબંદરમાં માછીમારીનો વ્યવસાય ધમધમી રહ્યો છે અને આ વ્યવસાયના માધ્યમથી સિદ્ધિ તેમજ આડકતરી રીતે અનેક લોકોને રોજેરોટી મળી રહી છે, ત્યારે માછીમારીની સિઝન બંધ હોવાથી આ વ્યવસાય સાથે સંકળાયેલ ખલાસીઓ, આઈસ ફેક્ટરીઓ, માછીમારીના ઉદ્યોગો સહિત અનેક લોકો ચોમાસા દરમિયાન બેરોજગાર બન્યા છે. પોરબંદરમાં માત્ર રાજ્યમાંથી જ નહીં પરંતુ અન્ય રાજ્યમાંથી પણ માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ અનેક લોકો ચાલુ ચીજન દરમિયાન રોજીરોટી મેળવવા માટે આવે છે. ત્યારે બંધ સિઝન દરમિયાન અનેક લોકો તેમના વતનમાં પરત ફરે છ, અને આ વ્યવસાયમાં કામ કરનાર લોકોને અન્ય કોઈ વ્યવસાયમાં કામ કરવાની ફાવટ ન હોવાથી સીઝન ખોલવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...