પોરબંદરમાં રોટરી ક્લબના સહયોગથી કે એચ માધવાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એમ.કોમ વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા પોરબંદર રાણાવાવ અને કુતિયાણા તથા ભાણવડના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને રૂબરૂ મળી વ્યસનના પ્રમાણ અંગે પ્રશ્નાવલી થી માહિતી એકત્રિત કરી હતી. માધવાણી કોલેજમાં અભ્યાસ કરતા રાજલ મકવાણા, પ્રતાપ મોઢવાડિયા અને રવિ ઓડેદરા સહિતના વિદ્યાર્થીઓએ રોટરી ક્લબના અશ્વિનભાઈ સવજાણીના માર્ગદર્શન હેઠળ પ્રશ્નાવલીથી માહિતી એકત્રિત કરી હતી. જેમાં 148 વિદ્યાર્થીઓ પાસેથી તેઓના ઘરના સભ્યોમાં વ્યસન અંગેની જાણકારી એકત્રિત કરી હતી. આ સર્વેમાં 19 જ્ઞાતિના લોકોનો અભિપ્રાય લીધો છે.
મહેર સમાજ, રબારી સમાજ, કોળી સમાજ, બ્રાહ્મણ સમાજ, અનુસૂચિત જાતિ સમાજ, ભરવાડ સમાજ, ગઢવી સમાજ સહિતની જ્ઞાતિના લોકોની પ્રશ્નાવલીથી માહિતી એકત્રિત કરી છે. જેમાં 148 વ્યક્તિઓમાંથી 125 લોકો વ્યસન કરતા હોવાનું જણાવ્યું છે. અને 148 લોકોમાંથી કિંમત 74 લોકો વ્યસન થી થતા નુકસાન અંગે માહિતી ધરાવે છે.
જ્યારે માનસિક સ્થિતિમાં પરિવર્તન આવે છે તે અંગેના પ્રશ્નોમાં 72 વ્યક્તિઓનું માનવું છે, વ્યક્તિની માનસિક સ્થિતિમાં ફેરફાર થાય છે, જો વ્યસન ન કરે તો તેઓને માથું દુખવું, કબજિયાત, તણાવ, નીંદર ન આવવી કામમાં મન ન લાગે વગેરે તકલીફો રહેતી હોવાનું જાણવા મળ્યું છે. તેમજ 148 વ્યક્તિમાંથી 135 લોકો પરિવારથી છુપાવીને છે તેવી રસપ્રદ માહિતી પણ મળી છે. 148 માંથી 69 લોકો વ્યસન છોડવા પ્રયત્ન કરે છે.
તેમાંથી કોઈ કારણોસર વ્યસન છૂટતું નથી જે ખરેખર સમાજ માટે એક લાલબત્તી સમાન હોવાનું જાણવા મળ્યુ છે. અને વ્યસન છોડવાના પ્રયત્નો કરતા હોવા છતાં પણ વ્યસન ન થતું હોવાથી 41 લોકો શારીરિક રીતે પીડાઈ છે, તેમજ 98 જેટલા વડીલો વ્યસન છોડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. આ સર્વે કરવા બદલ માધવાણી કોલેજના આચાર્ય ડોક્ટર જે એચ રામદતી, અશ્વિન સવજાણી, રોટરી ક્લબના કેતન પારેખ વગેરે છાત્રોને શુભેચ્છા પાઠવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.