તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Collector Gets Penalty Of Rs 10,000, Gandhinagar Deputy Secretary Approves Revision On Demand For Lease In Balej Village, Orders Not To Take Action

હાઇકોર્ટનો હુકમ:કલેક્ટરને 10 હજારની પેનલ્ટી, બળેજ ગામે લીઝ મેળવવાની માંગણી અંગે ગાંધીનગર નાયબ સચિવે રીવીઝન મંજૂર કરી હોવા છતાં કાર્યવાહી ન કરાતા હુકમ કરાયો

પોરબંદર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરને પેનલ્ટી ચુકવવાનો જિલ્લામાં પ્રથમ બનાવ બન્યો : ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી

પોરબંદર જિલ્લા કલેકટરને 10,000 રૂપિયાની પેનલ્ટી ભરવાનો હુકમ હાઇકોર્ટે કર્યો હતો. બળેજ ગામે લીઝ મેળવવાની માંગણી અંગે ગાંધીનગર નાયબ સચિવે રીવીઝન મંજૂર કરી હોવા છતાં કાર્યવાહી ન કરાતા હુકમ કરાયો હતો. પોરબંદરના બળેજ ગામે લીઝ મેળવવાની માગણી કરનાર અરજદારની માંગ કલેકટરે નામંજૂર કર્યા બાદ ગાંધીનગર મુખ્ય નાયબ સચિવ રીવીઝન મંજૂર કરીને કલેકટરનો હુકમ રદ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. પરંતુ પોરબંદરના કલેક્ટરે કાર્યવાહી નહીં કરાતા બબ્બે વખત હાઇકોર્ટના હુકમનું પાલન નહિ કર્યાનો આક્ષેપ કરી કોર્ટમાં લડત આપતા પોરબંદરના તત્કાલીન કલેકટરે ૧૦૦૦૦ પેનલ્ટી ચૂકવવી પડે તેવો હુકમ થતાં ભારે સજા વ્યાપ્યો હતો.

બળેજના વેજાભાઇ ઉલવા તથા ઉટડાના ધનાભાઈ કોડીયાતર દ્વારા વર્ષ 2008માં બળેજ ગામે લીઝ મેળવવા માટે માગણી કરાઇ હતી. અને આ માગણી કલેકટર દ્વારા નામંજૂર કરતા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતામાં અપીલ કરાઇ હતી. જે પણ 2009માં નામંજૂર થતાં તે હુકમ સામે ખાણ ખનીજ અધિનિયમની જોગવાઈ મુજબ નાયબ સચિવ ગાંધીનગર સક્ષમ રીવીઝન તારીખ 8 ફેબ્રુઆરી 2016 ના રોજ મંજૂર કરી હતી. અને અગાઉનો કલેકટરનો હુકમ રદ કરેલ હતો.

અને હુકમ મુજબ હુકમની તારીખથી 45 દિવસમાં લીઝ સંબંધેનો લીઝડિડ કરી આપવા જિલ્લા કલેકટરને હુકમ કરેલ હતો. તે હુકમ થઈ ગયેલ હોવા છતાં અને વારંવાર અરજદારોએ જિલ્લા કલેક્ટર તથા ખાણ ખનીજમાં લેખિત અને મૌખિક અરજી કરેલ હોવા છતાં હુંકમની અમલવારી થતી ન હોય તેથી જ અરજદારો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સિવિલ એપ્લીકેશન થી રિટ કરતા અને તેમાં હાઇકોર્ટ દ્વારા તારીખ 13,12, 2016 ના હુકમ કરી આ હુકમની તારીખ છ અઠવાડિયામાં અરજદારના નામે લીઝડીડ કરી આપવા હાઇકોર્ટે હુકમ કરેલો હતો.

અને હાઇકોર્ટ દ્વારા હુકમ કરેલો હોવા છતાં કલેકટર દ્વારા હુકમનું પાલન કરવા કોઈ પ્રયત્ન ન કરતા અરજદાર દ્વારા બીજી વખત હાઇકોર્ટમાં રીટ દાખલ કરાતા અને તેમાં હાઇકોર્ટ દ્વારા તારીખ 9, 12, 2019 ના વિગતવારનો હુકમ કરી જિલ્લા કલેકટર દ્વારા અગાઉના હુકમનું પાલન કરેલ ન હોવાના કારણે કલેકટરને દસ હજાર પેનલ્ટીના અરજદારોને આપવાનો હુકમ કરેલ હોય અને હુકમની તારીખ આઠ અઠવાડિયામાં બે મહિનામાં અરજદારોના નામે લીડ કરી આપવાનો હુકમ કરી આપેલ હોય અને આવો હુકમ 9, 12, 2019 ના રોજ થયેલ હોવા છતાં બીજી વખત પણ નિયત સમયમાં હુકમનું પાલન થયેલું ન હોવાથી અરજદારના એડવોકેટ ભરત લાખાણી મારફત કલેકટરને અરજી કરી હતી.

કલેકટર દ્વારા બે બે વખત હાઇકોર્ટના હુકમનું પાલન કરેલ ન હોય પસ્ટ રીતે કન્ટેમ ઓફ કોર્ટ કરેલ હોવાનું જણાવી દસ હજાર પુરા જિલ્લા કલેક્ટરના પગારમાંથી કાપી અરજદારને ચૂકવી આપવા અરજી કરેલ છે અને કલેક્ટર સામે હુકમનું પાલન કરવા અને ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેમ ઓફ કોર્ટની કાર્યવાહી કરવા અન્વયે કાર્યવાહી હાથ ધરાય છે.પોરબંદરમાં કલેકટરને 10 હજારની પેનલ્ટી ચૂકવવાનો હુકમ કરાયો હોવાનો આ પ્રથમ બનાવ સામે આવ્યો છે. હાઇકોર્ટ જો કન્ટેમ ઓફ આર્ટ માનીને કલેકટર સામે પગલાં ભરે તો હજુ પણ ઘણી નવાજૂની થઈ શકે તેમ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...