ભારે વરસાદની આગાહી:પોરબંદર જિલ્લામાં વરસાદની આગાહીને પગલે લોકોને સાવચેત રહેવા તેમજ સલામત સ્થળે ખસી જવા કલેક્ટરની અપીલ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે કુતિયાણામાં 3 ઈંચ, રાણાવાવમા 1 ઈંચ અને પોરબંદરમા અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો

પોરબંદર જિલ્લામાં ભારે વરસાદની હવાભાગ વિભાગે આગાહી કરી છે. જેને લઈ જિલ્લા કલેક્ટરે લોકોને સાવચેત રહેવા તેમજ સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે. જિલ્લામાં આજે સારો એવો વરસાદ વરસ્યો છે. કુતિયાણામાં 3 ઈંચ, રાણાવાવમા 1 ઈંચ અને પોરબંદરમા અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
​​​​​​​નદીના પટમાં તેમજ દરિયામાં ન્હાવા ન જવા અપીલ કરાઈ
પોરબંદર જિલ્લામા વરસાદને લઇને હવામાન વિભાગની આગાહીને પગલે પોરબંદર જિલ્લા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અશોક શર્મા દ્વારા જાણકારી આપતા જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લામાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોએ સાવચેત રહેવા તેમજ સલામત સ્થળે ખસી જવા અપીલ કરૂ છું. નદીના પટમાં તેમજ દરિયામાં ન્હાવા ન જવા માટે પણ કલેક્ટરે અપીલ કરી હતી. ઉલેખ્ખનીય છે કે,પોરબંદર જિલ્લામાં આજે વરસાદની આગાહી છે પરંતુ કુતિયાણામાં 3 ઈંચ,રાણાવાવમા 1 ઈંચ અને પોરબંદરમા અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...