તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સિવિલ હોસ્પિટલમાં તબીબ સહિતના કર્મીઓને સામુહિક નોટિસ ફટકારાઇ

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદરમાં તબીબો સહિતના કર્મીઓ બાયોમેટ્રિક હાજરી પૂરતા ન હતા

પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે તબીબ સહિતના કર્મીઓ બાયોમેટ્રિક પદ્ધતિ મુજબ હાજરી ન પૂરતા સિવિલ સર્જને સામુહિક નોટિસ આપી છે. પોરબંદર જિલ્લાની એકમાત્ર ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે કર્મચારીઓની હાજરી પૂરવા માટે બાયોમેટ્રિક મશીન ઉપલબ્ધ કર્યું છે.

આ હોસ્પિટલમાં કાયમી તેમજ આઉટસોર્સિંગથી ભરતી કરવામાં આવેલો સ્ટાફ ફરજ બજાવે છે. ત્યારે આ તમામ કર્મીઓ બાયોમેટ્રિક મશીન મા હાજરી પૂરે તેવી સૂચના આપવામાં આવી હતી અને બાયોમેટ્રિક મશીનમાં જ હાજરી પુરવી તેવું ફરજીયાત છે આમ છતાં આ સરકારી હોસ્પિટલ ખાતે કેટલાક તબીબો ઉપરાંત અન્ય કર્મીઓ બાયોમેટ્રિક મશીનમાં હાજરી પૂરતા ન હતા અને ક્યારેક જ હાજરી પૂરતા હતા. હાલ સરકાર બાયોમેટ્રિક હાજરીને મહત્વ આપે છે અને આ બાયોમેટ્રિક હાજરીની કમિશ્નર લેવલે સમીક્ષા થાય છે.

સિવિલમાં કેટલા કર્મીઓ બાયોમેટ્રિક હાજરી પૂરે છે તે અંગે મોનીટરીંગ કરે છે. સિવિલ સર્જન જે.ડી. પરમારે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે સિવિલમાં કર્મીઓ માટે બાયોમેટ્રિક મશીન મુકવામાં આવ્યું છે છતાં કેટલાક તબીબો સહિતના કર્મી તેમાં અનિયમિત હાજરી પૂરતા હતા જેથી આ અંગે સૂચનાઓ આપી હતી અને પરિપત્રો પણ કર્યા હતા છતાં સુધારો આવ્યો ન હતો. જેથી આ મશીનમાં જે કર્મીઓ અનિયમિત હાજરી પૂરતા હતા તેનું લિસ્ટ ઓનલાઈન કાઢી તેઓને સામુહિક નોટિસ આપી છે. અંદાજે 300 થી વધુ કર્મીઓ ફરજ બજાવે છે જેમાંથી મોટાભાગના કર્મીઓ બાયોમેટ્રિક મશીનમાં હાજરી ન પૂરતા સિવિલ સર્જન દ્વારા સામુહિક નોટિસ આપી છે. જેને પગલે કર્મીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો