21 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા:પોરબંદરમાં વિધાનસભાની ચૂંટણી માટે ફોર્મ ઉપાડવાની શરુઆત; 2 બેઠકો પર એક પણ ફોર્મ રજુ થયું નથી

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ શરુ થઇ ગઇ છે. પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ 83-પોરબંદર અને 84-કુતિયાણાના ચૂંટણી અધિકારી, પ્રાંત અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર દ્વારા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણીલક્ષી કામગીરી હાથ ધરવામા આવી રહી છે.

ફોર્મ ઉપાડવાની શરૂઆત
પોરબંદર જિલ્લામાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ શરુ થઇ ગઇ છે. ત્યારે રાજકીય પાર્ટીઓ દ્રારા પણ ફોર્મ ઉપાડવાની શરૂઆત થઈ ચુકી છે. આજ રોજ તા.7 નવેમ્બરના રોજ 83-પોરબંદર વિધાનસભા મત વિસ્તાર માટે 19 ફોર્મ ઉપાડવામા આવ્યાં છે. તથા 84-કુતિયાણા વિધાનસભા મત વિસ્તાર માટે 2 ફોર્મ ઉપાડવામા આવ્યાં છે. જ્યારે બંને બેઠકો પર એક પણ ફોર્મ રજુ થયુ નથી.

અન્ય સમાચારો પણ છે...