કડકડતી ઠંડી:શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીથી જનજીવન ખોરવાયું, તાપમાનનો પારો આજે પણ 11 ડિગ્રી યથાવત

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સમગ્ર ગુજરાતમાં કડકડતી ઠંડી પડ રહી છે જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તાપમાનનો પારો 11 ડિગ્રીએ પહોંચી જતા પડેલી ઠંડીને કારણે જનજીવન ખોરવાયું હતું. છેલ્લા બે-ત્રણ દિવસથી પડેલી ઠંડીના કારણે જનજીવન પર અસર પડી રહી છે.

પોરબંદરમાં તાપમાનનો પારો 11 ડીગ્રી સુધી ગગડી જતા લોકોએ વહેલી સવારે આકરી ઠંડીનો અનુભવ કર્યો હતો. જીલ્લામાં પડી રહેલી આકરી ઠંડીને કારણે સવારે તથા સાંજે લોકોની અવર જવર નહીવત જોવા મળી હતી. શહેરમાં પડી રહેલી ઠંડીથી બચવા લોકો ગરમ કપડાની ખરીદી કરી રહ્યા છે. બીજી તરફ કોરોનાના વધતા કેસો પણ વધી રહ્યા છે. ઠંડીથીને કારણે તાવ, શરદી, ઉધરસના દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...