કોસ્ટગાર્ડનું હોવર ક્રાફટમા ટેકનિકલી ખામી સર્જાતા માધવપુરના સમુદ્ર કિનારે આવી પહોચ્યું હતું. કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સી દ્વારા ટેકનિકલી ખામી દૂર કરવા પ્રયાસ હાથ ધરાયા છે.
પોરબંદર જિલ્લાના માધવપુર ગામના દરિયા કિનારે સવારે કોસ્ટગાર્ડનું હોવર ક્રાફટ આવી પહોચ્યું હતું. જાણવા મળતી વિગત મુજબ કોસ્ટગાર્ડનું હોવર ક્રાફટ વેરાવળથી ઓખા તરફ જતું હતું. આ હોવર ક્રાફ્ટમાં ટેકનિકલી ખામી સર્જાતા હોવર ક્રાફટ માધવપુરના દરિયા કિનારા સુધી આવી પહોચ્યું હતું. હોવર ક્રાફટ દરિયા કિનારા સુધી આવી પહોંચતા માધવપુરના લોકોમાં કુતુહલ સર્જાતા લોકો આ ક્રાફ્ટને જોવા ઉમટી પડયા હતા.
કોસ્ટગાર્ડ, મરીન પોલીસ સહિતની સુરક્ષા એજન્સી દ્વારા સર્વે કરી હોવર ક્રાફ્ટમાં થયેલ ખામી દૂર કરવા પ્રયાસ હાથ ધરાયો છે અને લોકોના ટોળાને હટાવવામાં આવ્યા હતા. માધવપુરના સમુદ્ર કિનારે ક્રેન, જેસીબીની પણ મદદ લેવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા આ હોવર ક્રાફટની ટેક્નિકલ ખામીને દૂર કરવા ભારે જહેમત ઉઠાવાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.