વેલકમ સેરમેની:સજગ શિપની વેકલમ સેરેમનીમાં કોસ્ટગાર્ડે દિલધકડ રેસ્ક્યું કર્યા, સમુદ્રની સુરક્ષા માટે સજગ શિપ કાર્યરત

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર કોસ્ટગાર્ડ હેડ કવાટરના બેડામાં આજથી એક એડવાન્સ પ્લેટફોર્મ પ્રકારની ગણાતી 'સજગ' નામની શીપનો વધારો થતા તેની વેલકમ સેરમેની યોજાઈ હતી. 105 મીટર ઓફશોર પેટ્રોલીંગ વેસલ્સ સીરીઝમાં ત્રીજા નંબરે આવતી અને 40/60 બોફોર્સ ગન, 12.7 mm ની SRPG ગન તથા એકસટર્નલ ફાયર ફાઇટીંગ સીસ્ટમ, 26 નોટની મહત્તમ સ્પીડ સાથે સુસજ્જ શિપની વેલકમ સેરેમની વખતે કોસ્ટગાર્ડના આઈજી રાકેશ પાલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે કોસ્ટગાર્ડના જ્વાનો દ્વારા સર્ચ અને રેસ્ક્યુનો ડેમો કરવામાં આવ્યો હતો. ચેતક હેલિકોપ્ટર દ્વારા દોરડા નાંખી દિલધડક સર્ચ રેસ્ક્યુ કર્યું હતું. કોસ્ટગાર્ડના આઈજીએ વધુમાં ઉમેર્યું હતું કે સ્વદેશી બનાવટના કુલ 11 શિપ તૈયાર થયા છે જેમાંથી 9મુ સજગ શિપ છે. આગામી બે માસમાં પોરબંદર કોસ્ટગાર્ડને 'સાર્થક'નામનું શિપ તેમજ એડવાન્સ લાઈટ માર્ક 3 નામના 2 હેલિકોપ્ટર આપવામાં આવશે. આમ પોરબંદરના કોસ્ટગાર્ડમાં સજગ શિપનો ઉમેરો થતા દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત થશે.

ઓફશોર પેટ્રોલીંગ વેસલ્સ સીરીઝમાં ત્રીજા નંબરે : 105 મીટર

બોફોર્સ ગન : 40/60

SRPG ગન તથા એકસટર્નલ ફાયર ફાઇટીંગ સીસ્ટમ : 12.7 mm

મહત્તમ સ્પીડ : ​​​​​​​26 નોટ

અન્ય સમાચારો પણ છે...