ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં તૈનાત ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજ આરુશને આજે વહેલી સવારે 4 વાગ્યે ઇન્ડિયન ફિશિંગ બોટ હિમાલય પરથી મદદ માંગવામાં આવી હતી. અ બોટ દરિયાના તોફાનમાં ફસાઈ હોવાનું તથા તેમાં સવાર 6 માછીમારોના જીવ જોખમમાં મુકાયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
આ મેસેજ ના પગલે કોસ્ટ ગાર્ડની શીપ 80 કિમિની મહત્તમ ઝડપે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોસ્ટ ગાર્ડ ની સીટ ઘટના સ્થળે પહોંચી ત્યારે તોફાનમાં ફસાયેલી હિમાલય નામની ફિશિંગ બોટ આંશિક રીતે પાણીમાં ડૂબી ગઈ હતી. આવી પરિસ્થિતિ જોતા પોસ્ટકાર્ડ ની સીપ દ્વારા સૌ પ્રથમ આ બોટમાં સવાર છ માછીમારોને બચાવી લેવામાં આવ્યા હતા.
અને કોસગાર્ડ ની સીપ પર સહી સલામત ખસેડી લેવામાં આવ્યા હતા, બચાવ કામગીરી પૂરી કર્યા બાદ કોસ્ટગાર્ડની સીપ દ્વારા ડૂબી રહેલી આ ફિશિંગ બોટમાં સબમર્સીબલ પંપનો ઉપયોગ કરી તેમાં ભરાયેલું પાણી ઉલ્લેચી લેવામાં આવ્યું હતું. બાદમાં આ બોટમાં પડેલું કાણું પુરી દેવાયું હતું અને બોટને ઠીક ઠાક કરી બોટને પરત કૃ મેમ્બર ને સોંપી દેવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.