કોરોના કહેર:કોસ્ટગાર્ડ કર્મીને જામનગર મિલિટરી હોસ્પિટલ ખસેડાયો, પોરબંદરમાં કોરોનાનો કુલ આંકડો 10એ પહોંચ્યો

પોરબંદર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિલ્હીથી અમદાવાદ અને ત્યાંથી પોરબંદર આવેલા કોસ્ટગાર્ડ કર્મી ને કોરોના પોઝિટિવ આવતા તેને જામનગર સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.દિલ્હીથી અમદાવાદ અને ત્યાંથી પોરબંદર ડિસ્ટ્રીકટ કોસ્ટગાર્ડ હેડ ક્વાર્ટર નં.1 ખાતે ફરજ બજાવવા આવેલ 27 વર્ષીય યુવાન કોસ્ટગાર્ડ હેડ ક્વાર્ટર ખાતે ક્વોરન્ટાઇન કરાયો હતો, તેને કોરોના લક્ષણ જણાતા રિપોર્ટ કાઢવામાં આવતા આ કર્મીને કોરોના પોઝિટિવ આવતા ગઈકાલે રાત્રે તેને સારવાર માટે જામનગર મિલિટરી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોરબંદરમાં કોરોના પોઝિટિવ આંકડો 10 એ પહોંચ્યો છે. હાલ 3 દર્દી આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...