સમુદ્રી સર્વેલન્સ:કોસ્ટગાર્ડ હેડક્વાર્ટરને આજે અત્યાધુનિક "સજાગ' શીપ મળશે

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોરબંદર ગોસ્ટગાર્ડ હેડક્વાટરને વધુ એક અત્યાધુનિક સજાગ શીપ મળશે. - Divya Bhaskar
પોરબંદર ગોસ્ટગાર્ડ હેડક્વાટરને વધુ એક અત્યાધુનિક સજાગ શીપ મળશે.
  • ગુજરાતના સમુદ્રી સર્વેલન્સમાં અગત્યનો ભાગ ભજવશે
  • શીપમાં બે હાઇસ્પીડ બોટ, બે ક્વીક રીજીડ ઇન્ફેટેબ બોટ અને 1 જેમીની ક્રાફ્ટનો સમાવેશ કરાયો

પોરબંદર કોસ્ટગાર્ડ હેડ કવાટરના બેડામાં આજથી એક એડવાન્સ પ્લેટફોર્મ પ્રકારની ગણાતી "સજાગ' નામની શીપનો વધારો થશે. આ શીપ સર્ચ, રેસ્કયુ, પોલ્યુશન રીસ્પોન્સ તથા પોરબંદરથી ગુજરાત મેરીટાઇમ બોર્ડના વિસ્તારમાં કરાતા સર્વેલેન્સમાં અગત્યનો ભાગ ભજવશે.

પ્રધાનમંત્રીના 'આત્મનિર્ભર ભારત પ્રોજેકટ' અંતર્ગત ગોવા શીપયાર્ડ લીમીટેડમાં બનાવવામાં આવેલી 105 મીટર ઓફશોર પેટ્રોલીંગ વેસલ્સ સીરીઝમાં ત્રીજા નંબરે આવતી સજાગ નામની શીપ દેશના નેશનલ સીકયુરીટી એડવાઇઝર અજીત ડોભાલ દ્વારા ગત મે મહિનાની 29 તારીખે ગોવા ખાતે કમીશન કરવામાં આવી હતી અને આ શીપ પોરબંદર સ્થિત ગુજરાત કોસ્ટગાર્ડના હેડ કવાટર નંબર 1 ને ફાળવવામાં આવતા આજે આ શીપનું પોરબંદરની કોસ્ટગાર્ડ જેટી પર કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિધિવત વેલકમ કરવામાં આવશે. ગુજરાતમાં EEZ સર્વેલન્સ માટે અતિ ઉપયોગી આ શીપ કોસ્ટગાર્ડના ડેપ્યુટી ઇન્સપેકટર જનરલ સંજય નેગીના કમાન્ડમાં 12 ઓફીસર અને 99 કોસ્ટગાર્ડના જવાનો સાથે સુસજ્જ છે. બે 9 મેગાવોટના MTU ડીઝલ એન્જીન ધરાવતી અને 26 નોટ્સ સુધીની સ્પીડ પકડી શકતી આ એડવાન્સ ટેકનોલોજી, કોમ્યુનીકેશન ઇકવીપમેન્ટ, નેવીગેશન મશીનરી અને સેન્સર્સ ધરાવતી આ શીપનું એન્ડયુરન્સ લેવલ 6000 નોટીકલ માઇલ છે. તેમજ 2330 ટન વજન વહન કરી શકતી આ શીપમા બે હાઇસ્પીડ બોટનો સમાવેશ કરાયો છે તેમજ બે કવીક રીજીડ ઇન્ફલેટેબલ બોટ અને 1 જેમીની ક્રાફટનો પણ સમાવેશ કરાયો છે.

આ શીપ આધુનિક ઇન્ટીગ્રેટેડ બ્રીજ સીસ્ટમ, ઇન્ટીગ્રેટેડ મશીનરી કન્ટ્રોલ સીસ્ટમ તથા પાવર મેનેજમેન્ટ સીસ્ટમ ધરાવે છે અને તેનું પાવર મેનેજમેન્ટ અને મીકેનીઝમ ઇલેકટ્રોનીકલી રિમોટ કન્ટ્રોલ સીસ્ટમથી ઓપરેટ કરવામાં આવે છે. આ શીપ બે એન્જીનવાળા એક એડવાન્સ લાઇટ હેલીકોપ્ટર અને સીંગલ એન્જીનવાળા ચેતક હેલીકોપ્ટરનું વહન કરવા સક્ષમ છે તેમજ આ શીપ દરિયામાં ઓઇલસ્પીલ જેવી દુર્ઘટનાના સમયે પરિસ્થિતિ પર કાબુ મેળવવા પોલ્યુશન રિસ્પોન્શ ઇકવીપમેન્ટ પણ ધરાવે છે જેથી આ શીપ એક પ્રકારે રેડી, રીલેવન્ટ અને રિસ્પોન્સીવ શીપ છે. શીપને 40/60 બોફોર્સ ગન, 12.7 mm ની SRCG ગન તથા એકસટર્નલ ફાયર ફાઇટીંગ તેમજ ઓટોમેટિક વેપન સીમયૂલેટર સીસ્ટમથી સુસજ્જ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...