આયોજન:પોરબંદરમાં કોસ્ટલ હાફ મેરાથોન યોજાઇ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોસ્ટલ હાફ મેરાથોન યોજાઈ હતી જેમાં ગુજરાતભર માંથી 1500 થી વધુ દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 21 કિમી હાફ મેરાથોનમાં વધુ સ્પર્ધકો જોડાયા હતા. - Divya Bhaskar
કોસ્ટલ હાફ મેરાથોન યોજાઈ હતી જેમાં ગુજરાતભર માંથી 1500 થી વધુ દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 21 કિમી હાફ મેરાથોનમાં વધુ સ્પર્ધકો જોડાયા હતા.
  • શ્રી રામ સી સ્વિમિંગ કલબ દ્વારા આયોજન : ગુજરાતભરમાંથી 1500 થી વધુ દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો
  • 21 કિમી હાફ મેરાથોનમાં વધુ સ્પર્ધકો જોડાયા હતા, વિવિધ કેટેગરી વાઈઝ વિજેતા દોડવીરોને ઈનામ આપી બિરદાવ્યા

પોરબંદરમાં કોસ્ટલ હાફ મેરાથોન યોજાઈ હતી જેમાં ગુજરાતભર માંથી 1500 થી વધુ દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 21 કિમી હાફ મેરાથોનમાં વધુ સ્પર્ધકો જોડાયા હતા. વિવિધ કેટેગરી વાઈઝ વિજેતા દોડવીરોને ઈનામ આપી બિરદાવ્યા હતા.

પોરબંદરનાં આંગણે કોરોના મહામારીના 2 વર્ષ બાદ શિયાળાની શુભ સવારે રવિવારનાં રોજ શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા કોસ્ટલ હાફ મેરાથોન 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોની આરોગ્ય સુખાકારી સુવિધા સારી રહે, તંદુરસ્ત અને નિરોગી રહે તેમજ સ્પોર્ટસની મજા માણી શકે તે માટે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા યોજાયેલ આ મેરાથોનમાં ગુજરાતભર માંથી દોડવીરો આ સ્પર્ધામાં ભાગ લેવા ઉમટી પડ્યા હતા.

અંદાજે 1500થી વધુ દોડવીરો જોડાયા હતા. જેમાં 2 કિમી, કિડ્સ રન, 5 કિમી ફન રન, 5 કિમી સ્માર્ટ રન, 10 કિમી ફિટનેશ રન, 21 કિમી હાફ મેરાથોનમાં વિવિધ ઉંમરની કેટેગરી વાઇઝ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં અલગ અલગ કિમીના રૂટનો સમાવેશ થાય છે.

આ મેરાથોનમાં 6 વર્ષની વયથી માંડીને 90 વર્ષની ઉંમર સુધીનાં દોડવીરોએ ભાગ લીધો હતો. દોડવીરોની સુવિધા માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા સવારે રીપોટીંગ પુર્ણ થયા બાદ ફીટનેશ કેર દ્વારા ઝુમ્બા ડાન્સ તથા રૂટ ઉપર દર 2 કિમીએ મંડપો સ્વયંસેવકો સાથે ગોઠવવામાં આવેલ હતા. જેમાં પાણી, એનર્જી ડ્રિન્ક્સ પુરતા પ્રમાણમાં મળી રહે તે માટેની વ્યવસ્થા રાખી હતી તેમજ અમુક અંતરે ડી.જે.ની સગવડતાઓ પણ રાખવામાં આવેલી હતી. ગ્રાઉન્ડ ઉપર ચા-પાણી તથા નાસ્તાની વ્યવસ્થા દોડવિરો માટે રાખવામાં આવેલ હતી. વિજેતા દોડવીરોને ઈનામ આપી બિરદાવ્યા હતા.

5 કિમી ઇવેન્ટના વિજેતા
હાફ મેરેથોન માં 5 કિમી ઇવેન્ટમાં પુરુષ વિજેતામાં પ્રથમ ભાવેશ સોલંકી, દ્વિતીય ચંદ્રેશ સારલા અને તૃતીય શુભમ મોઢા તેમજ મહિલા વિજેતામાં પ્રથમ ભૂમિ પિંડોરીયા, દ્વિતીય ભાવિકા ચાવડા અને તૃતીય સ્થાને સેજલ પરમાર રહ્યા હતા.

21 કિમી ઇવેન્ટના 40 થી 100 વયના વિજેતા
હાફ મેરેથોનમાં 21 કિમી ઇવેન્ટમાં પુરુષ વિજેતામાં પ્રથમ રાજકુમાર મોર્ય, દ્વિતીય હરિશચંદ્ર અને તૃતીય અશોકકુમાર તેમજ મહિલા વિજેતામાં પ્રથમ ઉમિલા લાગ, દ્વિતીય પ્રફુલ્લા સખોલિયા અને તૃતીય સ્થાને અલ્પાબા ગોહિલ રહ્યા હતા.

21 કિમી ઇવેન્ટના 16 થી 40 વયના વિજેતા
હાફ મેરેથોનમાં 21 કિમી ઇવેન્ટમાં પુરુષ વિજેતામાં પ્રથમ વીરેન્દ્ર વર્મા, દ્વિતીય લક્ષમણ સિંઘ અને તૃતીય નીતીશકુમાર તેમજ મહિલા વિજેતામાં પ્રથમ મોનિકા નાગપુરે, દ્વિતીય નિમાવતી જોગડિયા અને તૃતીય સ્થાને નિધિ બારીયા રહ્યા હતા.

10 કિમી ઇવેન્ટના 40 થી 100 વર્ષની વયના વિજેતા
હાફ મેરેથોનમાં 10 કિમી ઇવેન્ટમાં પુરુષ વિજેતામાં પ્રથમ પુરણ ચંદ, દ્વિતીય પરેશ ડાભી અને તૃતીય છગનલાલ ભાલાણી તેમજ મહિલા વિજેતામાં પ્રથમ ચેતનાબેન શિયાળ, દ્વિતીય ડો. દીપ્તિ પરમાર અને તૃતીય સ્થાને કિરણબેન રાવલ રહ્યા હતા.

10 કિમી ઇવેન્ટના 14 થી 40 વર્ષની વયના વિજેતા
હાફ મેરેથોનમાં 10 કિમી ઇવેન્ટમાં પુરુષ વિજેતામાં પ્રથમ આદિત્ય સિંઘ, દ્વિતીય દીપક અને તૃતીય અનુપ કુમાર તેમજ મહિલા વિજેતામાં પ્રથમ ક્રીશીતા મોઢા, દ્વિતીય સોનલ કરછા અને તૃતીય સ્થાને હિમાલી ગુજરાતી રહ્યા હતા.

ફિઝિયોથેરાપી ટીમ, 108 ટીમ સહિતનાઓએ સહકાર આપ્યો
આ મેરાથોનને સફળ બનાવવા સહયોગ આપનાર ઈન્ડિયન નેવી, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, પોરબંદર નગરપાલીકા, પોરબંદર પોલીસ વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર,જિલ્લા હોમગાર્ડકચેરી, રોટરી ક્લબ ઓફ પોરબંદર તેમજ મેડીકલ સેવાઓ માટે સીવીલ હોસ્પિટલ, આરોગ્ય વિભાગ - તથા 108 ઈમરજન્સી- ટીમ તેમજ ફીજીયોથેરાપીનાં ડો.સિધ્ધાંત ગોકાણી તેમજ ડો.નુતનબેન ગોકાણીની ટીમ દ્વારા ફીજીયોથેરાપીની સેવા અને રૂટ ઉપર ડોક્ટરોની સેવા પુરી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...