કોલસાની અછત અને વિદેશથી માલની આવક તથા પ્રોડક્શન ઘટતા ભંગારની ચીજોના ભાવમાં ઘટાડો નોંધાયો છે. પસ્તી, પ્લાસ્ટિક,કોથળી સહિત ધાતુના ભંગારના ભાવ ડાઉન થયા છે. ભાવની વધઘટથી ભંગાર બજારની સ્થિતિ ડામાડોળ બની છે. કોરોના મહામારી બાદ સ્થિતિ સામાન્ય થતા ભંગારની ચીજોના ભાવમાં ઉછાળો આવ્યો હતો. એ સમયે વિદેશથી માલની આયાત ન થતા પસ્તી, પુઠા, કોથરી, પ્લાસ્ટિક તેમજ લોખંડ સહિતની ધાતુઓના ભાવમાં ઉછાળો આવતા શહેરીજનોને ભંગારની ચીજોના સારા ભાવ મળ્યા હતા.
હાલ ભંગારની વસ્તુઓના ભાવમાં વધઘટ થઈ રહી છે. આમતો આ બજાર પણ સ્થિર રહી નથી. દરરોજ ભાવમાં વધઘટ થાય છે પરંતુ થોડા દિવસોથી ભંગારની ચીજોના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પોરબંદરના ભાવેશભાઈ વિઠલાણી નામના વેપારીએ જણાવ્યું હતુંકે, કોલસાની અછત તેમજ વિદેશથી માલની આયાત ઉપરાંત કારખાનામાં પ્રોડક્શન ઘટતા ભંગારની ચીજોના ભાવમાં વધઘટ જેવી સ્થિતિ સર્જાણી છે.
અગાવ જે મિલો 24 કલાક ઉત્પાદન કરતી હતી તે કોલસાની અછતના કારણે મિલો હાલ 12 કલાક પણ માંડ ઉત્પાદન કરે છે જેથી ખર્ચ વધુ થાય છે. આથી ભાવમાં વધઘટ સર્જાય છે. છેલ્લા કેટલાક દિવસથી પુઠા, પસ્તી, ચોપડી, લોખંડ સહિતના તમામ ભંગારની વસ્તુઓમાં ભાવ ઘટયા છે. ભંગાર બજારની સ્થિતિ ડામાડોળ થઈ છે.
રિટેઇલ ભંગારની ચીજોના કિલોના ભાવ
વસ્તુ | પહેલાનો ભાવ | હાલનો ભાવ |
પસ્તી | રૂ. 20 | રૂ. 17 |
પુઠા | રૂ. 22 | રૂ. 17 |
ચોપડી, કોથળી | રૂ. 20 | રૂ. 17 |
મિક્સ પ્લાસ્ટિક | રૂ. 22 | રૂ. 18 |
પતરા | રૂ. 30 | રૂ. 28 |
લોખંડ | રૂ. 43 | રૂ. 40 |
એલ્યુમિનિયમ | રૂ. 165 | રૂ. 155 |
કોપર | રૂ. 670 | રૂ. 640 |
લોકલ સ્ટીલ | રૂ. 80 | રૂ. 65 |
ત્રાંબુ | રૂ. 760 | રૂ. 700 |
પિતળ | રૂ. 510 | રૂ. 480 |
(તા. 15/5/2022ના ભાવ મુજબનું લિસ્ટ છે.દરરોજ ભાવમાં વધઘટ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.