રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા માધવપુર મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. માધવપુર સાંસ્કૃતિક મેળાનું સમાપન થયા પછી, ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ એન સી સી નિદેશાલય દ્વારા પોરબંદરના માધવપુર બીચ ખાતે પુનિત સાગર અભિયાનના ભાગરૂપે બીચ સફાઇની કવાયત હાથ ધરવામાં આવ્યુ છે. લાંબા દરિયાકાંઠા માટે પ્રખ્યાત ગુજરાતના સૌથી લોકપ્રિય અને કાળજીપૂર્વક જાળવણી કરવાના આશયથી માધવપુરનો બીચમાં સફાય કરાઈ હતી.
ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ એન સી સી નિદેશાલયના નેતૃત્વ હેઠળ જામનગર ગ્રૂપ હેડક્વાર્ટર દ્વારા માધવપુર બીચ ખાતે સફાઇ કામગીરી હાથ ધરવામાં આવશે. આ કવાયત એન સી સી દ્વારા સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવેલ પ્લાસ્ટિક અને અન્ય કચરાથી મુક્ત સમુદ્રકાંઠા બીચ અભિયાનના ભાગરૂપે અને આ વિસ્તારોને સ્વચ્છ રાખવાના મહત્વ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.
પુનિત સાગર અભિયાનનો ઉદ્દેશ સ્વચ્છ સમુદ્રકાંઠા બીચના મહત્વનો સંદેશો સ્થાનિક લોકોમાં ફેલાવવાનો છે. પુનિત સાગર અભિયાનનો પ્રારંભિક તબક્કો રાષ્ટ્રીય સમુદ્ર દિવસને એકરૂપ ગુજરાતના એન સી સી કેડેટ્સ દ્વારા ખૂબ જ જોશ અને ઉત્સાહ સાથે ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો. આ મહત્વપૂર્ણ સફાઇ કવાયત ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ એન સી સી નિદેશાલયના અધિક મહાનિદેશક મેજર જનરલ અરવિંદ કપૂરના નેતૃત્વમાં તા 16 એપ્રિલના ૮: ૩૦ કલાકે શરૂ કરવામાં આવશે. જેમાં માધવપુર બીચ ખાતે 200 કેડેટ્સ, ૫ એસોસિએટ, અધિકારી, સ્ટાફ, ભૂતપૂર્વ સભ્યો સાથે પોરબંદરના એસ પી સહિતના અધિકારીઓ જોડાશે તેવું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.