સ્વચ્છતાને મહત્વ:માધવપુર બીચ પર સફાઇ અભિયાન, એનસીસીની જુદી જુદી કેડેટ્સ દ્વારા પુનિત સાગર અભિયાનના ભાગરૂપે આયોજન કરાયું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માધવપુર બીચ ખાતે પુનિત સાગર અભિયાનના ભાગરૂપે બીચ સફાઇ હાથ ધરાયુ હતુ. આ સફાઇ અભિયાન ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ એન સી સી નિદેશાલયના અધિક મહાનિદેશક મેજર જનરલ અરવિંદ કપૂરના નેતૃત્વમાં શરૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત અન્ય રાજ્યોના મહાનુભાવોની ઉપસ્થિતિમા માધવપુર ખાતે યોજાયેલ લોકમેળામા હજારોની સંખ્યામા પ્રવાસીઓ આવ્યા હતા. ત્યારે આ મહાનુભાવોએ પણ સ્વચ્છતાને મહત્વ આપી સૌને પ્રેરણા આપી હતી.

મેળા બાદ સફાઇ અભિયાનના ભાગરૂપે ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ એન સી સી નિદેશાલય દ્વારા પોરબંદરના માધવપુર બીચ ખાતે પુનિત સાગર અભિયાનના ભાગરૂપે બીચ સફાઇની કવાયત હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમા ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ એન સી સી નિદેશાલયના નેતૃત્વ હેઠળ જામનગર એન સી સી ગ્રૂપ હેડક્વાર્ટર દ્વારા આ સફાઇ કામગીરી હાથ ધરાયુ હતુ.

આ કવાયત એન સી સી દ્વારા સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવેલા પ્લાસ્ટિક અને અન્ય કચરાથી મુક્ત સમુદ્રકાંઠા, બીચ અભિયાનના ભાગરૂપે છે અને આ વિસ્તારોને સ્વચ્છ રાખવાના મહત્વ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પુનિત સાગર અભિયાનનો ઉદ્દેશ સ્વચ્છ સમુદ્રકાંઠા, બીચના મહત્વનો સંદેશો સ્થાનિક લોકોમાં ફેલાવવાનો હોવાનું જણાવ્યું હતું.

એનસીસીના જુદી જુદી કેડેટ્સ દ્વારા સફાય અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ગણેશ વંદના, નાટક, ભરત નાટ્યમ, ગરબા રાસ, હરિયાણી ડાન્સ, યોગ ડાન્સ સહિતના કાર્યક્રમ દ્વારા સફાઇનુ મહત્વ સમજાવવામાં આવ્યું હતું. અને ધુમ્રપાન વ્યસનની થતિ અસરો અંગે નાટક રજુ કરી માર્ગદર્શન આપવામા આવ્યુ હતું. કાર્યક્રમ બાદ સૈાએ માધવપુર બીચ ખાતે સફાઇ અભિયાન હાથ ધર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...