તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુભારંભ:પોરબંદર જિલ્લાની શાળામાં ધોરણ 6થી 8 ના વર્ગ ગુરુવારથી શરૂ થશે

પોરબંદર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ધોરણ 1થી5ની શાળાના વર્ગો બંધ રહેશે, 6થી 8ના વર્ગ નિયમોના પાલન સાથે શરૂ થશે
 • શિક્ષણ વિભાગ દ્વારા પૂર્વ તૈયારી શરૂ, વાલીઓની સંમતિ લેવામાં આવશે

પોરબંદર જિલ્લાની ધોરણ 6 થી 8 ની શાળાઓ ગુરુવારથી શરૂ થશે જે માટે શિક્ષણ વિભાગ દ્વારા પૂર્વ તૈયારી શરૂ કરવામાં આવી છે. કોરોના મહામારી વચ્ચે લોકડાઉન અને અનલોક દરમ્યાન લાંબા સમયથી સુધી પોરબંદર જિલ્લાની શાળાઓ બંધ રહી હતી. બાદ સરકારના નિર્ણયથી તા. 11 જાન્યુઆરીના રોજ ધોરણ 10 અને 12 ની શાળાઓ વાલીઓની સંમતિ લઈને શરૂ થયા બાદ ધોરણ 9 અને 11 ની શાળાઓ શરૂ કરવામાં આવી હતી.

કોરોનાની ગાઈડલાઈનની અમલવારી સાથે શરૂ થયેલ આ શાળાઓમાં શિક્ષણકાર્ય રાબેતા મુજબ થયા બાદ સરકારે ધોરણ 6 થી 8 ની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેતા આગામી 18 ફેબ્રુઆરી ને ગુરુવારથી આ શાળાઓ શરૂ થશે જે માટે પોરબંદરના શિક્ષણ વિભાગ કચેરી દ્વારા પૂર્વ તૈયારી શરૂ કરવામાં આવી છે.

જિલ્લા શિક્ષણ અધિકારી કણસાગરાએ જણાવ્યું હતું કે ધોરણ 1 થી 5 ની શાળાના વર્ગો બંધ રહેશે. ધોરણ 6 થી 8 ની શાળાના વર્ગો કોવિડના નિયમોના પાલન સાથે શરૂ થશે અને આ માટે વાલીઓની સંમતિ લેવામાં આવશે. મોટાભાગના શિક્ષકોએ વેકશીન લીધી છે અને હાલ પોરબંદરમાં વાતાવરણ પણ સારું છે. આમતો ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે શાળાએ આવવા કોઈ ફોર્સ નથી. મરજિયાત છે. ઓનલાઈન શિક્ષણ ચાલુ છે. પરંતુ શાળામાં સામસામે અભ્યાસ માટે વિદ્યાર્થીઓએ આવવું જોઈએ અને શિક્ષણ કાર્ય શરૂ કરવું જોઈએ તેમજ વાલીઓએ પણ સંમતિ દર્શાવવી જોઈએ તેવી શિક્ષણ અધિકારીએ અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો