તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પોરબંદરમાં જૂના મનદુ:ખમાં પાંચ શખ્સો વચ્ચે અથડામણ

પોરબંદર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં મારામારીની ઘટનાઓ વધી
  • સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કર્યો

પોરબંદર શહેરમાં અગાઉના મનદુ:ખમાં 5 શખ્સો વચ્ચે અથડામણ થતાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદરના અજીમ અહેમુદ મોદીએ પોલીસમાં ફરિયાદ કરી છે કે ગયા રમઝાન મહીના તેને અસલમ અનવર નામના શખ્સ સાથે તેને બોલાચાલી થઇ હતી. તેનું દુ:ખ રાખી સીદીક અનવર, ઇમરાન અનવર અને અસલમ અનવરે તેની સાથે ઝઘડો કરી તેમને તથા સાહેદોને લાકડાના ધોકા વડે માર માર્યો હતો.

જયારે કે બીજી તરફ ઇમરાન અનવરભાઇ મલેકે ફરિયાદ કરી છે કે સાહેદ અસલમ અનવર સાથે અજીમ અહેમુદ મોદીને ગત રમઝાનમાં થયેલી બોલાચાલીના મનદુ:ખમાં અજીમ અહેમુદ મોદી, યાસીન સુલેમાન, ઇબ્રાહીમ સુલેમાન અને ફરીદ ઇબ્રાહીમે અસલમ અનવરને કોયતા, તલવાર અને લોખંડના પાઇપ વડે માર મારી ઇજા પહોંચાડી છે. આ મામલે પોલીસે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ કીર્તીમંદીર પોલીસ સ્ટેશનના PSI એ. એ. મકવાણાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...