કોરોના કાળ દરમ્યાન ગુજરાત સરકારે એવો પરિપત્ર બહાર પાડેલો કે કોરોના કાળના વર્ષ દરમ્યાન રેસ્ટોરન્ટ તેમજ હોટલ કોરોના કાળ દરમ્યાન બંધ રહેલ હોય અને આવા વેપારીઓને નુકશાન ન જાય તે ધ્યાનમાં રાખી સરકારે કોરોના કાળ વર્ષમાં પ્રોપર્ટી ટેક્સ એટલેકે, હાઉસ ટેક્સ ન લેવો તેવો પરીપત્ર બહાર પાડેલ હોય, ત્યારે આ બાબતે જામનગર શહેરમાં પણ પાલિકા દ્વારા હાઉસ ટેક્સ લેવાયેલો ન હોય અને આ બાબતો જામનગર શહેરના પાલિકાનો પરિપત્ર પણ પોરબંદર ચેમ્બર પ્રમુખ અને વેપારીઓ અગાઉ રજુ કરેલ હોય.
પરંતુ પાલિકા કચેરીમાંથી એવું જણાવેલ હોય કે હાલ 2020-21નો હાઉસ ટેકસ તમો ભરી આપો. સરકારમાંથી જે કાઈ પરિપત્ર હશે તે મંગાવી લેવામાં આવશે અને ખરેખર જો સરકારે આવો પરિપત્ર બહાર પાડેલ હશે તો વેપારીઓએ ભરેલી રકમ આવતા વર્ષમાં જમા કરી આપશું તેવું જણાવેલ. ત્યારે વેપારી ભાઈઓ વેરો ભરી આપેલ હતો અને વેપારીઓ દ્વારા જામનગરમાં સરકારે જે પરિપત્ર બહાર પાડેલ હોય તેની અમલવારી કરેલ હોય અને વેપારીઓ પાસે થી 2020-21નો પ્રોપર્ટી ટેક્સ લીધેલ ન હોય તેવા પરિપત્રની કોપી પણ પોરબંદર પાલિકાને આપેલ હતો.
પરંતુ હાલ પાલિકા તરફથી હાઉસ ટેકસ વિભાગ માંથી વેપારીઓ પાસેથી 2021-22 ના હાઉસ ટેક્સની નિયમ મુજબ ઉઘરાણી થઈ રહી હોય તો વેપારીઓનું માનવું છે કે, સરકારના પરિપત્ર મુજબ અને અગાઉ હાઉસ ટેક્સ ભરી આપેલ હોય તો આ વર્ષેમાં એ પરિપત્ર મુજબ અગાઉ ભરેલ હાઉસ ટેક્સ જમા કરી આપવો જોઈએ.
વેપારી દ્વારા જામનગર પાલિકાનાં સરકાર દ્વારા આપેલ પરિપત્રની એક કોપી અને વેપારી પાસેથી હાઉસ ટેક્સ ન લીધો હોય તેની એક કોપી પણ રજુ કરેલ હોય તો હવે હાઉસ ટેકસ ભરવાનો થતો ન હોય માટે આ બાબતની સ્પષ્ટતા કરી વેપારીઓ ની સમસ્યા નો હલ કરવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઈ કારીયા દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.