માગ:સિવિલ ફરી જનરલ સર્જન વિહોણી બની

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ અભ્યાસ માટે જવાનું હોવાથી બન્ને તબીબે રાજીનામા આપ્યા

પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં તાજેતરમાં મેડિકલ કોલેજ મારફતે 2 સિનિયર રેસિડેન્ટ ડોક્ટર જનરલ સર્જન વિભાગમાં નિમણુંક કરવામાં આવી હતી પરંતુ આ બન્ને તબીબ આગળના અભ્યાસ માટે બહાર જવાનું હોવાથી રાજીનામુ આપી દેતા સિવિલ હોસ્પિટલ ફરી જનરલ સર્જન વિહોણી બની છે.

પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે વર્ષોથી જનરલ સર્જન ડોક્ટરની જગ્યા ખાલી હતી, પરંતુ તાજેતરમાં મેડિકલ કોલેજ મારફતેઆ જનરલ સર્જનની જગ્યા ભરવામાં આવી હતી. જેમાં ડો. હુશેન કોલસાવાલા અને ડો. કૃણાલ એમ બે ડોક્ટરની નિમણુંક કરવામાં આવી હતી. આ બન્ને તબીબ સિવિલ હોસ્પિટલમાં જનરલ ઓ.પી.ડી. અને આેપરેશન પણ કરતા હતા.

સર્જરી વિભાગ સારીરીતે ચાલતો હતો, પરંતુ આ બન્ને તબીબ આગળ અભ્યાસ માટે જવાનું હોવાથી તેઆેએ હોસ્પિટલ માંથી રાજીનામુ આપી દીધું છે અને તા. 1 જાન્યુઆરીથી ફરી આ સિવિલ હોસ્પિટલ જનરલ સર્જન વિહોણી બની છે અને ફરી આ જગ્યા ખાલી થઈ છે. ઉલ્લેખનીય છેકે, હોસ્પિટલમાં સેવા સેતુમાં જનરલ સર્જન તરીકે એક તબીબની નિમણુંક કરી છે, ત્યારે આ તબીબની ઓ.પી.ડી. અઠવાડીયામાં ત્રણ દિવસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...