તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયર્સ:સિવીલના RMOએ કોરોનાને હરાવી સિવિલ સર્જનનો ચાર્જ સંભાળ્યો, દર્દીઓની સારવારમાં ઓતપ્રોત બન્યા

પોરબંદર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદર સિવીલ હોસ્પિટલના આરએમઓ 2 ડોઝ લીધા બાદ કોરોના પોઝિટીવ થયા હતા

પોરબંદરની સિવિલ હોસ્પિટલના RMO એ કોરોનાને હરાવી સિવિલ સર્જનનો ચાર્જ સંભાળ્યો છે. તેઓ દર્દીઓ માટેની વ્યવસ્થામાં જોતરાય ખરા અર્થમાં કોરોના વોરિયર્સ બન્યા છે. પોરબંદરની સિવિલ હોસ્પિટલના RMO ડો. દિનેશ ઠાકોરે વેકશીનનો ડોઝ આવતા સૌપ્રથમ વેકશીનનો ડોઝ લીધો હતો અને 1 માસ બાદ બીજો ડોઝ લીધો હતો. બાદ તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેઓની સારવાર શરૂ કરવામાં આવી હતી. 15 દિવસ બાદ તેઓએ કોરોનાને હરાવી સ્વસ્થ થયા હતા.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો ત્યારે સાથોસાથ તેમના પરિવારજનો પણ કોરોના સંક્રમિત થયા હતા. આમ RMO અને તેમના પરિવારજનોએ કોરોનાને હરાવી સ્વસ્થ થયા હતા. પરંતુ RMOને ડાયાબીટીસ હોવાથી તેઓ હોમ આઇસોલેટ હતા. હાલ સિવિલ હોસ્પિટલ ખાતેના સિવિલ સર્જન ડો. પરમાર પડી જતા તેમને ફેક્ચર આવતા તેઓ રજા પર છે અને અહીં કોરોના મહામારી ચાલી રહેલ હોય જેથી RMO ડો. ઠાકોર દર્દીઓ માટે હોસ્પિટલની જવાબદારી સ્વીકારી સિવિલ સર્જનનો ચાર્જ સાંભળ્યો છે.

કોરોનાને માત આપી ડો. ઠાકોર દર્દીઓ માટે વ્યવસ્થા સંભાળી રહ્યા છે. તેમને ડાયાબીટીસ વધુ રહેતું હોવા છતાં આવી સ્થિતિમાં સિવિલ સર્જનનો ચાર્જ સંભાળી દર્દીઓ માટેની વ્યવસ્થામાં જોતરાય ગયા છે. તેઓએ જણાવ્યું હતું કે ડાયાબિટીશના કારણે તબિયત વધુ સારી ન હોય પરંતુ આ મહામારીમાં આ હોસ્પિટલની વ્યવસ્થા માટે ઈશ્વરે મને નિમિત્ત બનાવ્યો છે. જેથી નિષ્ઠા પૂર્વક ફરજ બજાવીશ. આમ RMO ડો. ઠાકોરે કોરોનાને હરાવી સિવિલ સર્જનનો ચાર્જ સંભાળી દર્દીઓ માટે તેમજ હોસ્પિટલના વહીવટની જવાબદારી પોતાના શિરે લઈ ખરા અર્થમાં કોરોના વોરિયર્સ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો