છેતરપિંડી:પોરબંદરમાં સિવિલ હોસ્પિટલના તબીબ સાઇબર ક્રાઇમનો ભોગ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 1945ના વીજબિલ અપડેટ કરતા રૂ. 50 હજાર ગુમાવવા પડ્યા

સિવીલ હોસ્પિટલના તબીબ સાઇબર ક્રાઇમનો ભોગ બન્યા છે. રૂ.1945ના વીજબિલ અપડેટ કરતા રૂ. 50 હજાર ગુમાવ્યા છે. હેકર્સે બિલ અપડેટ કરવાનું કહી એપ ડાઉનલોડ કરવા કહ્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ અરજી કરી છે. પોરબંદરમાં સાયબર ક્રાઇમના બનાવો બની રહ્યા છે.

શખ્સો ઓનલાઇન ક્ષેત્રે એપ ડાઉનલોડ અથવા લિંક મોકલી સાયબર ક્રાઇમ આચરી જેતે પાર્ટીના ખાતા માંથી રૂપિયા ટ્રાન્સફર કરી દેતા હોવાના બનાવ સામે આવે છે ત્યારે પોરબંદરના ભાવસિંહજી હોસ્પિટલના એક તબીબ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. તબીબે જણાવ્યું હતુંકે તેને કુલ રૂ. 1945નું પીજીવિસીએલ તંત્ર દ્વારા વીજબિલ આવ્યું હતું અને આ તબીબે પહેલા રૂ. 1600 અને બાદ 345 રૂપિયા ઓનલાઇન બિલ ભરી દીધું હતું.

પરંતુ કોઈ હેકર દ્વારા મોબાઈલ પર એવું જણાવ્યું હતુંકે, ભરાયેલ વીજબિલ અપડેટ કરી દયો અને આ બિલ અપડેટ કરવા માટે ક્વિક સપોર્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવા જણાવ્યું હતું જેથી આ તબીબે મોબાઈલ ફોનમાં ક્વિક સપોર્ટ એપ ડાઉનલોડ કરતા તુરંત રૂ. 50 હજાર ખાતા માંથી ઉપડી ગયા હતા. તબીબે જણાવ્યું હતુંકે આ એપ ડાઉનલોડ કરવાથી ઓટીપી ની પણ જરૂર રહેતી નથી તુરંત ફોન હેક થાય છે અને પૂછ્યા વગર રૂપિયા ઉપડી જાય છે. જેથી લોકોને સાવધાન રહેવા અપીલ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...