તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સિવીલ હોસ્પિટલમાં 23 દર્દી દાખલ, 18 દર્દી ઓક્સિજન પર, ત્રણ ડિસ્ચાર્જ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 360 ટેસ્ટમાંથી કોરોનાના 3 કેસ, સદનસીબે એક પણ મોત નહીં

પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 23 દર્દી દાખલ છે જેમાંથી 18 દર્દી ઓક્સિજન પર છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું સદનસીબે મોત થયુ નથી. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 3 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે 3 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

પોરબંદરમાં કોરોના સંક્રમણ ઘટતા સ્થિતિમાં સુધારો થતા દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે ત્યારે હાલ પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 23 દર્દી દાખલ છે. જેમાં આઇસોલેશનમા 8 દર્દી દાખલ છે જેમાં એકપણ દાખલ દર્દી પોઝિટિવ નથી, જ્યારે ISO જનરલ વોર્ડમાં 15 દર્દી દાખલ છે જેમાંથી 2 દર્દી પોઝિટિવ છે. 23 દર્દી પૈકી 18 દર્દી ઓક્સિજન પર છે. છેલ્લા 24 કલાકમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું મોત સદનસીબે મોત થયું નથી.

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 360 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 3 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે જેમાં છાયા માંથી 45 વર્ષીય મહિલા, કુછડી માંથી 29 અને 35 વર્ષીય યુવાનનો સમાવેશ થાય છે. આમ સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 3377એ પહોંચ્યો છે. જ્યારે 3 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ થયા છે.આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 3210એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં 29 કેસ એક્ટિવ છે. જ્યારે 9 દર્દી હોમ આઇસોલેટ છે. અત્યાર સુધીમાં કુલ 172049 ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...