તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વાઇરસ:સિવીલમાં 72 દર્દી દાખલ, 51 દર્દી ઓક્સિજન પર

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકમાં વધુ એક દર્દી કોરોના પોઝિટીવ

પોરબંદરની સિવીલ કોવિડ ખાતે 72 દર્દી દાખલ છે જેમાંથી 51 દર્દી ઓક્સિજન પર છે. જ્યારે વધુ એક દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. પોરબંદરમાં કોરોના સંક્રમણ વધતા કોરોના પોઝિટીવ દર્દી તેમજ સિટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા દર્દીઓની સંખ્યા વધતા દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો.

હાલ સ્થિતિમાં સુધારો થતા દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે ત્યારે હાલ પોરબંદરની સિવીલ કોવિડ ખાતે 72 દર્દી દાખલ છે. જેમાં આઇસોલેશનમા 13 દર્દી દાખલ છે જેમાંથી 5 પોઝિટીવ દર્દી છે. જ્યારે ISO જનરલ વોર્ડમાં 22 દર્દી દાખલ છે જેમાંથી 10 દર્દી પોઝિટીવ છે. ઉપરાંત સેમી આઇસોમાં 37 દર્દી દાખલ છે. 72 દર્દી પૈકી 51 દર્દી ઓક્સિજન પર છે. છેલ્લા 24 કલાકમાં સદનસીબે લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું મોત થયું નથી.

અન્ય સમાચારો પણ છે...