નિરાકરણ:માધવપુરમાં દર મહિને 2 વખત સિટી સર્વેની કામગીરી કરાશે

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માધવપુરવાસીઓને પોરબંદર સુધી ધક્કા ખાવા નહીં પડે

માધવપુરની જનતાને સિટી સર્વેની વિવિધ કામગીરીને લઇને પોરબંદર સુધી ધક્કા ખાવા પડતા હતા. જે અંગે માધવપુરના સરપંચે સીટી સર્વે વિભાગને કરેલી રજૂઆતને સફળતા મળી હોય સીટી સર્વેના કર્મચારીઓ મહિનામાં બે વખત માધવપુર ગ્રામ પંચાયત ખાતે હાજર રહી અરજદારોની અરજીનું નિરાકરણ કરશે.

માધવપુરના રહેવાસીઓને સિટી સર્વેની વિવિધ કામગીરી માટે ભારે મુશ્કેલીઓ પડી રહી હતી. લોકોને પ્રોપર્ટી કાર્ડ સહિતની કામગીરી માટે 50 કિલોમીટર દૂર જિલ્લા મથક ખાતે ધક્કા ખાવા પડતા હતા. જેને કારણે સમય અને નાણાં બંનેનો વ્યય થતો હતો. ક્યારેક અધિકારીઓની ગેરહાજરીના કારણે પણ લોકોને ધક્કા ખાવા પડતા હતા.

લોકોની આ સમસ્યાને લઈને સરપંચ ભનુભાઇ ભુવાએ કરેલી રજૂઆતને પગલે સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતરના નાયબ નિયામક વિભાગે સુપ્રિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકોર્ડ પોરબંદરને લેખિતમાં જણાવ્યું છે કે માધવપુર સરપંચની રજૂઆત અન્વયે સિટી સર્વેના કર્મચારી સપ્તાહમાં એક વખત હાજર રહે તેવી રજૂઆત કરી છે જેને પગલે હવે મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે સિટી સર્વેની કામગીરી માટે એક કર્મચારી માધવપુર ગ્રામ પંચાયત ખાતે રહેશે. જેને લઇને પ્રોપર્ટી ને લગતી કામગીરી માટે હવે માધવપુરવાસીઓને પોરબંદર સુધી ધક્કા ખાવા નહીં પડે.

અન્ય સમાચારો પણ છે...