વ્યવસ્થા:3 વર્ષથી બંધ સીટી બસ સેવા શરૂ થવાના એંધાણ, પાલિકા દ્વારા ટેન્ડર બહારa પડાયું, રાહત થશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં વર્ષોથી કાર્યરત કારગીલ પરિવહન ની સીટી બસ સેવા 2016મા બંધ થઇ હતી અને ત્યાર બાદ પાલિકા દ્વારા 2018મા કોન્ટ્રાક્ટ મારફત બસ સેવા ફરી શરૂ કરવામાં આવી હતી પરંતુ તેને કામચલાઉ મંજુરી અપાઈ હોવાથી માત્ર 4 માસ પુરતી જ ચાલી હતી. જેથી આ સીટિબસો બંધ થતા છેલ્લા 3 વર્ષથી શહેરીજનોને ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે.

તંત્રની ઉદાસીનતાને કારણે સીટી બસ શરૂ ન થતા વૃદ્ધો, કર્મચારીઓ અને છાત્રોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે અને રીક્ષાઓને મસમોટા ભાડા ચુકવવા પડી રહ્યા છે. શહેરમાં સીટીબસ સેવા શરૂ કરવા અનેક રજૂઆતો બાદ રાજયસરકારે બસ સેવા શરુ કરવા મંજુરી આપી છે. પાલિકા દ્વારા ટેન્ડરીંગ પ્રક્રિયા કરવામાં આવી છે અને આગામી એક માસ બાદ સીટીબસ શરૂ થવાના એંધાણ વરતાય રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...