પીવાના પાણી વિહોણી ચોપાટી:પોરબંદરના શહેરીજનો, પ્રવાસીઓ, ગ્રાહકો પીવાનું પાણી ખરીદી કરવા બને છે મજબૂર

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોપાટી ખાતે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવા શિવ શક્તિ ગૃપ દ્વારા રજૂઆત કરાઇ

પીવાના પાણી વિહોણું ચોપાટી બન્યું છે. શહેરીજનો અને પ્રવાસીઓ અને રવિવારે ગુજરી બજારમાં આવતા ગ્રાહકો પીવાનું પાણી ખરીદી કરે છે. પોરબંદરની ચોપાટી ખાતે શહેરીજનો ઉમટી પડે છે. અને પ્રવાસીઓ ચોપટીની મુલાકાતે આવતા હોય છે. ચોપાટી ખાતેના પાર્કિંગ સ્થળે પરબ બનાવવામાં આવ્યું છે પરંતુ અહીં નિયમિત પાણી ભરવામાં આવતું નથી જેને કારણે અનેક પ્રવાસીઓ અને શહેરીજનો પીવાના પાણી માટે તરસ્યા રહે છે અને વેચાતું પાણી લઈ રહ્યા છે. રવિવારે અહીં ગુજરી બજાર ભરાઈ છે.

અનેક વેપારીઓ અહીં કપડા સહિતનો સામાન વેચવા આવે છે અને ગુજરી બજારમાં અનેક લોકો ખરીદી કરવા આવે છે. ઉપરાંત શિયાળાની શરૂઆત થઈ છે ત્યારે સવારથી જ સિનિયર સિટીઝન ઉપરાંત બાળકો અને યુવાનો વોકિંગ, સ્વિમિંગ તથા યોગ - કસરત માટે આવે છે તેમજ સાંજે પણ લોકો નિયમિત વોકિંગ કરવા આવે છે અને રાત્રે લોકો ટહેલવા આવે છે. સમુદ્ર કિનારે જ પીવાનું પાણી ન હોવાને કારણે લોકો પીવાનું પાણી ખરીદી કરી રહ્યા છે. ત્યારે નવી તથા જૂની ચોપાટી ખાતે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી શિવ શક્તિ ગ્રુપ દ્વારા માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...