પરિપત્રની ચુસ્તપણે અમલવારી:સિવીલ હોસ્પિટલમાં દર્દીઓની સલામતી માટે વાહન પાર્કિંગની મનાઈ ફરમાવતો પરિપત્ર જારી

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેટલાક વ્યક્તિ નિરાશ થયા તો કેટલાક લોકોએ આ પરિપત્રને આવકાર્યો, પરિપત્રની ચુસ્તપણે અમલવારી થાય તેવી માંગ કરી

સિવીલ હોસ્પિટલમાં દર્દીઓની સલામતી માટે વાહન પાર્કિંગની મનાઈ ફરમાવતો પરિપત્ર બહાર પાડ્યો છે. અને અમલવારી શરૂ કરી છે ત્યારે આ પરિપત્રની ચુસ્તપણે અમલવારી થાય તેવી માંગ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ચર્ચ વાળા રોડ સામે આવેલ હોસ્પિટલના ગેઇટ પરથી દર્દીના પરિવાર જનો સહિતના લોકો માટે વાહન પાર્કિંગ અંદર કરવાની મનાઈ ફરમાવી આ અંગેનો પરિપત્ર ચિપકાવી દેવામાં આવ્યો છે. જેથી લોકો પોતાના વાહનો બહાર પાર્ક કરતા થયા છે.

કેટલાક લોકો આ નિર્ણય થી નિરાશ થયા છે અને જણાવ્યું હતુંકે, બહાર વાહન પાર્ક કરવાથી ત્યાં ટ્રાફિક સમસ્યા સર્જાશે જ્યારે કેટલાક લોકોએ આ પરિપત્રને આવકાર્યો છે. પરિપત્રમાં જણાવ્યા અનુસાર હોસ્પિટલના આગળ વાળા ગ્રાઉન્ડમાં જગ્યા ની ઉપલબ્ધિ લિમિટેડ હોય અને ઇમરજન્સી કેસના કિસ્સામાં એમ્બ્યુલન્સ લઈ આવવા અથવા તો આગ લાગવાના કિસ્સામાં ફાયર ફાઈટર અંદર લઇ આવવામાં અગવડતા ના કારણે દર્દીનો જીવ જોખમાઈ તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે.

જેથી એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર, પદાધિકારી અથવા અધિકારીઓનું વાહન, રાજ્ય કક્ષાએથી સુપરવિઝન માટે આવતા અધિકારીઓના વાહન, સિવિલ સર્જન નું વાહન, અન્ય કોઈ ઇમરજન્સી કેસમાં આવેલ દર્દી માટેનું વાહન, ડિફેન્સ, પોલીસ સિવાયના તમામ વાહનો હોસ્પિટલ સામે સિવિલ સર્જન બંગલો ખાતે બનાવવા આવેલ નવા પાર્કિંગમાં પાર્ક કરવાના રહેશે.

આ પરિપત્ર બહાર પડતા અને અન્ય લોકોને વાહન અંદર ન લઈ જવા દેવાથી કેટલાક લોકો નારાજ થયા હતા જ્યારે સામાજિક કાર્યકરો અને અન્ય લોકોએ જણાવ્યું હતુંકે, વાહન પાર્ક માટેની જગ્યાની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે લોકોએ દર્દીઓની સલામતીને ધ્યાને લઇને ચુસ્ત અમલવારી કરવી જોઈએ. ખાસ તો, હોસ્પિટલ તંત્ર દ્વારા વ્હાલા દવલાની નીતિ ન રાખી આ પરિપત્રનો ચુસ્તપણે અમલ કરાવવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...