નિર્ણય:માતા- પિતા વિહોણા બાળકોને સરકારી યોજનાનો લાભ મળશે

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાથી માતા- પિતાની છત્રછાયા ગુમાવનાર માટે સરકાર આગળ આવી
  • બાળ સુરક્ષા એકમ દ્વારા માહિતી એકત્ર કરવાની કામગીરી શરૂ

જિલ્લા સમાજ સુરક્ષા કચેરી પોરબંદર તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ-પોરબંદર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જિલ્લામાં માર્ચ-2020 થી આજ દિન સુધી કોવિડ-19 ના કારણે 18 વર્ષથી નાના કોઇ પણ બાળકના માતા-પિતા અથવા કોઇ એક માતા કે પિતાનું અવસાન થયુ હોય તેવા બાળકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે માહિતી એકત્રીકરણ કરવાની કામગીરી ચાલુ છે.જેમાં બાળકનું નામ, પરીવારમાં કોવિડ-19 થી અવસાન પામેલ વ્યકિતનું નામ, હાલ બાળકને સાચવનારનું નામ, અને બાળકને સાચવનારનો ફોન નંબરની માહિતી આપવાની રહેશે.

આ ઉપરાંત મયુરભાઇ મોરી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, પોરબંદરનો સંપર્ક કરવા જણાવાયું છે. જિલ્લામાં આવા કોઇ પણ બાળકો હોય તો જિલ્લા બાળ સુરક્ષા એકમ સેવા સદન-2, સાદીપની રોડ, પોરબંદર, ફોન 0286 2220101, સુરક્ષા અધિકારી, એચ.એચ. કરગટીયા મો. 7984813170 તથા ચાઇલ્ડ હેલ્પ લાઇન નંબર 1098 પર સંપર્ક કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...