વેક્સિનેશન:પોરબંદર જિલ્લામાં આવતીકાલથી બાળકોને ન્યુમોનિયાની રસી અપાશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ વખત આયોજન, 1000 ડોઝનો જથ્થો ફાળવાયો
  • વાલીઓ​​​​​​​ પોતાના બાળકને રસી અપાવે તેવી અપીલ કરાઇ

પોરબંદર જિલ્લામાં આવતીકાલથી બાળકોને ઘાતક ન્યુમોનિયા માટેની અકસીર રસી આપવામાં આવશે, જિલ્લામાં 1000 ડોઝનો જથ્થો આવ્યો છે. જિલ્લામા આવતીકાલે તા. 20/10થી ન્યુમોનિયા માટેની અકસીર ન્યુમોકોકલ વેકશીન બાળકોને આપવામાં આવશે. પોરબંદર જિલ્લામાં 1000 જેટલા ડોઝનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. દરેક પીએચસી સેન્ટર ખાતે ડોઝ આપવામાં આવશે. કોરોનામાં ન્યુમોનિયા થતો હોય છે ત્યારે આ ઘાતક ન્યુમોનિયા માટેની રસી બાળકોને આપવા માટે સરકારે પહેલી વખત આયોજન કર્યું છે.

ખાનગી ક્ષેત્રમાં આ રસી રૂ. 1500થી 2000મા આપવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા બાળકોને આ રસી વિનામૂલ્યે આપવામાં આવશે જેમાં દોઢ માસે બાળકને પ્રથમ ડોઝ, 3.5 માસેબાળકને બીજો ડોઝ અને 9 માસે બુસ્ટર ડોઝ આપવાનો હોય છે તેવું જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે અને આ મહત્વની રસીનો ડોઝ વાલીઓ પોતાના બાળકને અપાવે તેવી અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...