• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Children Are Having Fun With Knowledge At An Anganwadi Center In Ness Area; The Names Of The Village Leaders And The Prime Minister Are Spoken Loudly

ભૂલકાઓએ ગમ્મત સાથે જ્ઞાન મેળવ્યું:નેસ વિસ્તારના આંગણવાડી કેન્દ્રમાં બાળકો મેળવી રહ્યા છે જ્ઞાન સાથે ગમ્મત; ગામના આગેવાનથી લઈને વડાપ્રધાનના નામ કડકડાટ બોલે છે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના સાજણાવારા નેસમાં આવેલી આંગણવાડીમાં આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો ભુલકાઓને રમતગમત સાથે સામાન્ય જ્ઞાન મળી રહે તે માટે કટિબદ્ધ છે. જેથી આંગણવાડીના ભુલકાઓ લોક ગીતો બોલવાની સાથે રાજ્ય અને દેશને લગતા સામાન્ય જ્ઞાન પણ મોઢે કડકડાટ બોલી રહ્યા છે.

નેસના કેન્દ્રમાં ભણવા માટે આવતા બાળકો જ્ઞાન સાથે ગમ્મત મેળવી રહ્યા
રાણાવાવ તાલુકાના સાજણાવારા નેસ વિસ્તારમાં આવેલ સાજણાવારા આંગણવાડી કેન્દ્રમાં ભણવા આવતા બાળકોને પૂરતું શિક્ષણ મળે તે માટે આંગણવાડીની બહેનો પ્રયત્નશીલ છે. વર્કર રાડા વેજીબહેને કહ્યું કે,આંગણવાડીમાં 24 બાળકો ભણવા માટે આવે છે. તેઓને સરકારના નિયમ મુજબ દરરોજ અલગ અલગ પૌષ્ટિક નાસ્તો પીરસવામાં આવે છે. ઉપરાંત આંગણવાડીથી જ બાળકોના શિક્ષણના બીજ રોપાઈ તે માટે અમે બંને બહેનો કાર્યરત છીએ.અત્યારે ભૂલકાઓને જ્ઞાન સાથે ગમ્મત આપવામાં આવે છે જેથી બાળકો વહેલું શીખી શકે. કેન્દ્રના ભૂલકાઓ ગામના આગેવાનના નામથી લઈને રાજ્યના મુખ્યમંત્રીનું નામ,દેશના વડાપ્રધાનનું નામ, રાષ્ટ્રીય પક્ષી, રાષ્ટ્રીય પ્રાણી, તિરંગો સહિત જનરલ નોલેજના જ્ઞાનથી તેઓ વાકેફ છે. આ ઉપરાંત આપણા લોકગીતો પણ સરળતાથી બાળકો બોલે છે.

બાળકો રાજ્ય-દેશને લગતું સામાન્ય જ્ઞાન કડકડાટ બોલે છે
સી.ડી.પી.ઓ દક્ષાબેન ખુંટીએ કહ્યું કે, છેવાડાના વિસ્તારમાં રહેતા બાળકોને પણ આંગણવાડી કેન્દ્રમાં શિક્ષણ અને પોષણ મળી રહે તે માટે જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તથા આઈ.સી.ડી.એસના પ્રોગ્રામ ઓફિસરના સંકલનમાં અમે સતત કાર્યરત રહીએ છીએ. બાળકોને શિક્ષણ ઉપરાંત, કિશોરીઓ, સગર્ભા બહેનો તથા ધાત્રી માતાઓને પણ સરકાર દ્વારા આપવામાં આવતા પોષણ લક્ષી પેકેટ તથા જુદીજુદી માહિતી સમયે સમયે પૂરી પાડવામાં આવે છે. સાજણાવાળા નેસના કેન્દ્રમાં ભણવા માટે આવતા બાળકો જ્ઞાન સાથે ગમ્મત મેળવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...