માર્ગદર્શન:નિઃસંતાન મહિલાને તેમના પતિએ તરછોડી દીધી 181 મહિલા હેલ્પલાઇન પીડિતા મહિલાની વ્હારે આવી

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાને આશ્રય આપ્યો, કાયદાકીય માર્ગદર્શન અપાયું

45 વર્ષીય નિઃસંતાન મહિલાને તેમના પતિએ તરછોડી દીધી હતી. 181 મહિલા હેલ્પલાઇનની ટીમ પીડિતા મહિલાની વ્હારે આવી,સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાને આશ્રય આપી કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું.પોરબંદર સીટી વિસ્તારમાંથી એક મહિલા રસ્તા પર મદદ માંગતા હોવાથી એક જાગૃત નાગરિક દ્વારા 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જાણ કરેલ કે પીડિત મહિલાને તેમના પતિએ ઘરેથી કાઢી મુકતા તેમને આશ્રય માટે સંસ્થામાં જવું હોવાથી મદદ કરો.

જેથી 181ની ટીમના ફરજ પરના કર્મચારી કાઉન્સેલર અરુણાબેન કોલડીયા તથા મહિલા પોલીસ કિરણબેન જેઠવા અને પાઇલોટ કિશનભાઈ દાસા સહિતની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને પીડિત મહિલાને મળી સાંત્વના આપીને તેમનુ કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે પીડિત મહિલાને તેમના પતિએ ઘરે રાખવાની ના પાડી, ઘરે લોક મારી જતા રહેલ હોય અને તેમના પતિ ઘર ખર્ચ માટેના પૈસા કમાતાના હોય જેથી ઝઘડો થતા મહિલાને ઘરેથી કાઢી મુકી તેઓ ઘર બંધ કરી જતા રહેલ હોય અને ફોન પર 181 ટીમ દ્વારા સંપર્ક કરતા તેઓ બહાર ગામ હોવાનું જણાવેલ અને છૂટાછેડા આપવાનું કહેતા હોય

જેથી પીડિત મહિલાને તેમનો હક મેળવવા કાયદાકીય માર્ગદર્શન આપી આગળ કાર્યવાહી માટે સમજણ આપી હતી. અને હાલ પીડિત મહિલાને રહેવા માટે કોઈ આશ્રયના હોય જેથી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત ઘરેલુ હિંસાથી પીડિત મહિલા માટેના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય અપાવેલ અને આગળની કાર્યવાહી તેઓ ને સોંપેલ છે.

અન્ય સમાચારો પણ છે...