પોરબંદરની સાંદિપની મંદિર નજીક રૂ. 4.50 કરોડના ખર્ચે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ બનાવવામાં આવ્યું છે જેમાં અનાથ બાળકો કે જેમના માતા અથવા પિતા નથી તેવા બાળકોની કાળજી અને રક્ષણ માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં આવા બાળકો માટે રહેવા, જમવા અને શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે છે.
અહીં 10 રૂમ, લાયબ્રેરી, ઇન્ડોર ગેમ્સ માટેના રૂમની વ્યવસ્થા છે તેમજ બાળકોને નાસ્તો, બપોરે જમવાનું તથા શાંજે નાસ્તો અને રાત્રી ભોજન આપવામાં આવે છે. હાલ અહીં 12 જેટલા સીંગલ પેરેન્ટ્સ વાળા બાળકો રહે છે. 10 વ્યક્તિનો સ્ટાફ છે. અનાથ બાળકો કે જેઓ અભ્યાસ કરે છે તેઓને 18 વર્ષ પૂર્ણ થયા બાદ પણ રાખવામાં આવે છે.
પાલક માતાપિતાને સરકાર દ્વારા દરમાસે રૂ. 3000ની સહાય આપવામાં આવે છે. આવા 200થી વધુ બાળકોના પાલક માતાને સહાય ચુકવવામાં આવે છે તેવું ચાઈલ્ડ વેલફેર કમિટીના ચેરમેન અતુલ બાપોદરાએ જણાવ્યું હતું.
કોરોના સમયમાં 311 બાળકો સીંગલ વાલીના થયા
કોરોના મહામારી વચ્ચે અનેક લોકો મૃત્યુ પામ્યા હતા જેમાં બાળકોના માતા અથવા પિતા મૃત્યુ થયા હોય તેવા 311 બાળકો સીંગલ વાલીના થયા છે જેમને દરમાસે રૂ. 2000 સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. આ બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી સહાય મળશે.
આ સંકુલ ખાતે બાળકો વધશે
ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ શંકુલના સંચાલકોએ જણાવ્યું હતુંકે, આ શંકુલ 2021મા લોકાર્પણ થયેલ છે. અગાવ જિલ્લાના અનાથ બાળકો અન્ય જિલ્લા ખાતે હતા જે હવે વર્ષ પૂર્ણ થતાં પોરબંદર આવશે જેથી અનાથ બાળકોની અહીં સંખ્યામાં વધારો થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.