બાળ શ્રમ નાબુદી ઝૂંબેશ:પોરબંદરમાં બાળ શ્રમયોગી નાબૂદી ટાસ્ક ફોર્સે શહેરમાં વિવિધ સ્થળોએ રેઇડ કરી બાળકોને મુક્ત કર્યા

પોરબંદર8 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર ખાતે બાળ શ્રમયોગી નાબૂદી ટાસ્ક ફોર્સ દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ રેઇડ કરવામાં આવી હતી. જેમાં ભાવેશ્વર મંદિરની બાજુમાં આવેલ ખોડીયાર હોટેલમાં કામ કરતા એક બાળકને મુક્ત કરવામાં આવ્યો હતો. તેમજ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ચાઇનીઝ લારીમાં કામ કરતા તરુણને જોવા મળતા લારી ધારક પર કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

હોટેલમાં કામ કરતા એક બાળકને મુક્ત કરવામાં આવ્યો
તેમજ પોરબંદર જિલ્લાની હોટેલો, દુકાનો, રેસ્ટોરન્ટો અને ઉદ્યોગોમાં બાળકોને કામ પર ન રાખવા માટે અપીલ પણ શ્રમ આયુક્ત કચેરી દ્વારા કરવામાં આવી હતી. આ તકે મદદનીશ શ્રમ આયુક્ત બી.એમ.પટેલ, સરકારી શ્રમ અધિકારી એમ.એમ.ચુડાસમા, શોપ ઇન્સ્પેકટર પી.ડી.શીયાળ, વાય.એન.નરેરા, પોલીસ સબ ઇન્સ્પેકટર એન.ડી.વાંજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી બાળ શ્રમયોગી નાબુદી ટાસ્ક ફોર્સ દ્રારા રેઇડ પાડવાની સાથે હોટલો, દુકાનો, રેસ્ટોરન્ટ, ઉધોગોમા બાળ શ્રમ નાબુદી માટે ઝૂંબેશ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...